Junagadh: સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદ પ્રક્રિયા શરૂ, રોજ 15 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે

|

Apr 10, 2021 | 10:06 PM

Junagadh: સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં 1લી એપ્રિલથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 7,620 જેટલા ખેડૂતોએ પોતાના ઘઉં ઓનલાઈન ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Junagadh: સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદ પ્રક્રિયા શરૂ, રોજ 15 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Junagadh: સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં 1લી એપ્રિલથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 7,620 જેટલા ખેડૂતોએ પોતાના ઘઉં ઓનલાઈન ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં 330 જેટલા ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કુલ નવ ખરીદ કેન્દ્રો પર આ વર્ષે ઘઉંની ખરીદી થઈ રહી છે.

 

જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 7,620 જેટલા ખેડૂતોએ પોતાના ઘઉં સરકારને ટેકાના ભાવે વહેંચવા માટે ઓનલાઈન અરજી કરી છે, જે પૈકીના 330 જેટલા ખેડૂતો પોતાના ઘઉં સરકારને ટેકાના ભાવે વહેંચી ચૂક્યા છે. વર્તમાન સમયમાં પ્રત્યેક દિવસે 15 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારા ધોરણ મુજબ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે જે આગામી 90 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

સમગ્ર ખરીદ પ્રક્રિયા લઈને આ વર્ષે પ્રથમ વખત ખેડૂત પણ સરકારની જે ખરીદ પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં પૂરો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઘઉં સહિત મગફળી અને અન્ય કૃષિ જણસીની ટેકાના ભાવે ખરીદીને લઈને મસ મોટા કૌભાંડો અને અનેક આક્ષેપો થતા આવ્યા છે. પરંતુ આ વખતની ખરીદીમાં કોઈપણ પ્રકારના આક્ષેપો થયા નથી તેવું જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ જણાવી રહ્યા છે. એટલે એક દ્રષ્ટિએ કહી શકાય કે આ વખતની સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ રહેલી ખરીદી બિલકુલ પારદર્શી રીતે થઈ રહી હોય તેવું ખેડૂત પણ જણાવી રહ્યા છે.

 

 

ખેડૂત વધુમાં જણાવી રહ્યા છે કે અહીં મજૂરોની કમી હોવાને કારણે ઓછા ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવે છે, જો મજૂરોની સંખ્યા ખરીદ સેન્ટર પર વધારવામાં આવે તો પ્રત્યેક દિવસે 25 કરતાં વધુ ખેડૂતોને સમાવી શકાય તેવી શક્યતાઓ છે. જેને કારણે ખરીદ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને ટૂંકા ગાળામાં પૂરી પણ થઈ શકે તેમ છે.

 

 

આ પણ વાંચો : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભલેચડા ગામમાં ગૌશાળાના લાભાર્થે ગત 30મી તારીખે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં પૈસાની સાથે સાથે corona ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

Next Article