JAMNAGAR : શહેરની ડીસીસી સ્કૂલના મેદાનમાં બાળકો માટે શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું
જામનગરમાં કેટલાક યુવા મિત્રોએ આ સંસ્થાના માધ્યમથી આવી રમતોને જીંવત રાખવાના પ્રયાસો શરૂ કર્યા છે. બાળકો બેઠા-બેઠા રમતો રમવા કરતા ખુલ્લા આકાશમાં શારિરીક રમતો રમે તે માટેના પ્રયાસો શરૂ થયા છે.
JAMNAGAR : જામનગર શહેરની ડીસીસી સ્કૂલના મેદાનમાં બાળકો માટે શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બાળકોએ દોડા-દોડી, ભાંગમભાગ, નિસાલતા સાથેની બુમો પાડી તેમજ આંનદમાં ચીસો પાડી વિવિધ શેરી રમતોનો આણંદ માણ્યો, તો સાથે સાથે વાલીઓએ પણ બાળકો સાથે બાળક બનીને બાળપણ માણ્યુ. મોબાઈલ-કોમ્પ્યુટરના યુગમાં શેરી રમતો ભુલાતી જાય છે. આવી શેરી રમતોને ફરી જીવંત કરવા માટે જામનગરની આ સંસ્થા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે અને શેરી રમતો નાના બાળકોને વાલી સાથે રમાડીને રજાની મજા માણે છે.
આવનારી પેઢી શેરી રમતો ભુલતી જાય છે. મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, વિડીયો ગેમ્સ, ઈન્ડોર ગેમ્સમાં બાળકો વધુ રૂચિ ધરાવે છે અને શેરી રમતો ભુલાતી જાય છે. બાળકો જુની શેરી રમતો ભાગ્યે જ કયાંક રમતા જોવા મળે છે. મોટા શહેરમાં ખુલ્લા મેદાન ન ઓછા હોવાથી બાળકો આવી રમતોથી અજાણ રહેતા હોય છે. તો શાળાઓમાં મેદાન ન હોવાથી આવી રમતોને સ્થાન મળતુ નથી.
જામનગરમાં કેટલાક યુવા મિત્રોએ આ સંસ્થાના માધ્યમથી આવી રમતોને જીંવત રાખવાના પ્રયાસો શરૂ કર્યા છે. બાળકો બેઠા-બેઠા રમતો રમવા કરતા ખુલ્લા આકાશમાં શારિરીક રમતો રમે તે માટેના પ્રયાસો શરૂ થયા છે. જેમાં કોથળા દોડ, ત્રણ પગ રેસ,લીંબુ-ચમચી, લખોટી, ભરમડા, ટાયર રેસ, ડબ્બા પછાળ, આંધળોપાટો સહીતની અનેક રમતો રમાડવામાં આવે છે. રમતોમાં બાળકો કોઈ દબાણ, નિયમ વગર ખુલ્લા મને રમતા જોવા મળ્યા, જેમાં આશરે 400થી વધુ લોકો જોડાયા છે.
જામનગર શહેરની ડીસીસી સ્કૂલના મેદાનમાં આવી રમતોનું આયોજન કરવામાં આવ્યુ, જંયા કોઈ પણ રજીસ્ટ્રેશન, ફી, કે નિયમ વગર માત્ર શેરી રમતોને પ્રોત્સાહીત કરવા આવી રમતો રમાડવામાં આવી. સાથે ભુલાતી આવી જુની શેરી રમતો બાળકો સાથે રમીને વાલીઓ પણ બાળપણ યાદ આવી જાય, અને બાળકો સાથે બાળક થઈને એક સાથે રમે છે. જે વાલીઓ વર્ષો પહેલા બાળપણમાં રમેલી રમતો હવે બાળકોને શીખાડીને ખુશી વ્યકત કરે છે. બાળકો સાથે વાલીઓ રવિવારની રજાની મજા આવી શેરી રમતો રમીને પણ માણે છે. વાલીઓ પણ સાથે રમતો રમીને બાળપણની યાદો તાજી કરી.
બાળકોની રમતો માટે જાણીતા તબીબ ડો.કશ્યપ કાનાણીએ પણ પોતાના બાળકો સાથે આ રમતોને માણી હતી. ધોરણ-9માં અભ્યાસ કરતી આનશી શેઠે જણાવ્યુ કે કયારેક સમયના અભાવે તો કયારેક જગ્યાના અભાવે, તો કયાંક એક સાથે બાળકો ન હોવાથી આ પ્રકારની રમતો વર્ષો સુધી રમી ન શકી હતી. તે વર્ષો બાદ રમવાનો આંદન માણ્યો.
રવિવારે બાળકોની સાથે વાલીઓને પણ રજાનો દિવસ હોય છે. રજાના દિવસે ટીવી કે કોમ્પ્યુટર મુકીને શેરી રમતોમાં બાળકો ભાગ લે તે હેતુથી આવી રમતોનું આયોજન કરવામાં આવ્યુ. જે રમતો ભુલાતી જાય છે તે રમતોને ફરી જીવંત કરવાના પ્રયાસને સારી સફળતા મળી છે.
રોટરી કલબના સક્રિય પ્રમુખ લલીત જોશીએ આ અગાઉ કોરોના કાળ પહેલા પણ આ પ્રકારનું આયોજન કર્યુ હતુ. બાદ કોરોનાના સમયમાં આ રમતો રમી શકાતી નહી. લાંબા સમયથી ઓનલાઈન કલાસ અને મોબાઈલ ગેમમાં કલાકોનો સમય પસાર કરનાર બાળકોને ખુલ્લા મૈદાનમાં વિવિધ રમતો રમડાવવા માટેનુ આયોજન કર્યુ હતુ.
આ માટે રમતોને લગતી તમામ વસ્તુઓનુ કલેકશન કરીને બાળકોને રમત રમાડીને તેનું ખરુ બાળપણ આપવાનો પ્રયાસ કર્યો. જે આયોજનમાં કિડ્સ ફન કલબના મૌસમીબેન કનખરાએ સહભાગી બનીને બાળકોની સાથે વાલીઓને રમત માટેનું આયોજન કર્યુ. બાળકો સાથે વાલીઓ રમત રમતા બાળકોને બમણી ખુશી મળી સાથે વાલીઓએ પણ પોતાનું બાળપણને ફરી માણ્યુ.
રોટરી કલબમાં જેની સાથે સંકળાયેલ બાળકો માટે ખાસ ઈન્ટરેકટ કલબ તૈયાર કરવામાં આવી. જેમા 25 સભ્યો દ્રારા શરૂ થયેલી આ સંસ્થાના બાળ સંભ્યોએ બાળકો માટે પ્રથમ ધમાલગલી એટલે કે ખુલ્લા આકાશ નીચે ખુલ્લા મૈદાનમાં વિવિધ રમતો બાળકો અને વાલીઓ રમી શકે તેવી આયોજન કર્યુ.
આ ક્લબમાં 10 થી 16 વર્ષના બાળકોએ પોતાની ક્લબ બનાવતાની સાથે જ કામગીરી શરૂ કરી છે. ટુંક સમયમાં બાળકો સેવાકીય પ્રવૃતિ માટે પણ દોડ મુકશે. તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ સ્પર્ધા, તાલીમ, સેમીનાર, પીકનીક, ટેકીંગ સહીતની પ્રવૃતિનુ આયોજન કરશે. હાલ બાળકોનાં આ કલબની કમાન ધૈર્ય કમલેશ રાઠોડે સંભાળી છે.