Jamnagar: ‘વિધિ’ એ 20 વર્ષની ‘નિધી’ ના લેખ અલગ જ સ્યાહીથી લખ્યા!

|

May 20, 2022 | 5:09 PM

બ્રેઇનડેડ (Brain Dead) થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. નિધી, શ્રીવાસ્ત પરિવારથી જૂદી તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ બની ગઇ.

Jamnagar: ‘વિધિ એ 20 વર્ષની નિધી ના લેખ અલગ જ સ્યાહીથી લખ્યા!
જામનગરની એક બ્રેઈન ડેડ દીકરીના અંગોનુ દાન

Follow us on

જામનગરમાં (Jamnagar Latest News) રહેતા શ્રીવાસ્ત પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ ,વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલ નિધીના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધી હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઇ રહી હતી. જામનગરથી વારાણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હશે. સગાઇથી લઇ કપડાની ખરીદી, ઠાઠ-માઠથી લગ્ન કરવાની તડામાર તૈયારીનું મોજુ મનમાં ફરી ગયું હશે. આ તમામ વચ્ચે એકાએક કિસ્મતનું વંટોળ આવ્યું અને સોનુલાલને પિતા કહેનારી દિકરી તેમનાથી વિખૂટી પડી ગઇ.

જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની નિધીને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન ક્ષણ માટે પણ એમ નહોતું લાગ્યું કે નિધી જીવન ટૂંકાવી દેશે. પરંતુ વિધાતાએ નિધીના લેખ કંઇક અલગ જ સ્યાહી થી લખ્યા હશે. 4 દિવસની સઘન સારવારના અંતે નિધીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી. બ્રેઇનડેડ થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. નિધી, શ્રીવાસ્ત પરિવારથી જૂદી તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ બની ગઇ.

પાંચ વ્યક્તિને મળશે નવજીવન

અંગદાનમાં નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. નિધી તો શ્રીવાસ્ત પરિવારથી છૂટી પડી પરંતુ અન્ય 5 વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત 25 ને નવજીવન આપી ગઇ. કેમકે અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યુ અને આખાય પરિવારના સંધર્ષનો કદાચિત અંત આવ્યો.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આ ભાવૂક ક્ષણે ભાવસભર સ્વરે કહે છે કે, નિધી જેવા કેટલાય નવયુવાનો કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતુ તેઓ વિધીના લેખ આગળ ઘૂંટણીયા ટેકી ગયા. પરમાત્માં સામે તો કોઇનુંય ચાલતુ નથી. પરંતુ હા પરમાત્માની મરજી બાદ પરિવારજનોનો આત્મા જ્યારે અંગદાનની મંજૂરી આપે છે ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે. નિધીના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 62 અંગદાતાઓના અંગદાનથી મળેલા કુલ 195 અંગોથી 173 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

Next Article