મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો
Mukesh Ambaniએ કાડિયામ સ્થિત ગૌતમી નર્સરીને બે ઓલિવ વૃક્ષોનો ઓર્ડર આપ્યો હતો. નર્સરીએ બંને ઓલિવના વૃક્ષો સ્પેનથી આયાત કર્યા હતા.
JAMNAGAR : જિંદગીમાં ધારો તો બધુ જ શક્ય છે. ઘરે બેઠા મહાકાય વૃક્ષોની પણ ઘરે બેઠા ડિલિવરી મળી શકે છે. જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) એ બે વર્ષ પહેલા વૃક્ષોનો ઓર્ડર કર્યો હતો.જે વૃક્ષો આવતા અઠવાડિયે અંબાણીની જામનગર સ્થિત ઓફિસે પહોંચી જશે.આંધ્રપ્રદેશ (AndhraPradesh)ની ગૌતમી નર્સરીએ મુકેશ અંબાણીને બે વિશાળ ઓલિવના વૃક્ષો મોકલાવ્યાં છે.આ વૃક્ષો રોડ માર્ગે તેલંગાણા અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈને 1,800 કિલોમીટરનું અંતર કાપી આવતા અઠવાડિયે જામનગર પહોંચશે.આ વૃક્ષો મુકેશ અંબાણીની જામનગર સ્થિત ઓફિસ ખાતે રાખવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, મુકેશ અંબાણીએ કાડિયામ સ્થિત ગૌતમી નર્સરીને બે ઓલિવ વૃક્ષોનો ઓર્ડર આપ્યો હતો. નર્સરીએ બંને ઓલિવના વૃક્ષો સ્પેનથી આયાત કર્યા હતા.સ્પેનથી તો આ વૃક્ષો બે વર્ષ પહેલા જ આવી ગયા હતા. પણ નર્સરીએ બે વર્ષ સુધી તેનો ઉછેર કર્યો હતો. નર્સરીના છ સભ્યોના ક્રૂએ ગોદાવરી નદીના કિનારે નર્સરીમાં બે વર્ષ સુધી બે ઓલિવ વૃક્ષો ઉછેર્યા.
બે વર્ષ દરમિયાન નર્સરીએ વૃક્ષની વૃદ્ધિના પરિમાણો અને આકાર સહિતની જરૂરી કાળજી લીધી હતી. વૃક્ષોની ઉંચાઈ 12 ફૂટથી વધુ ન વધે તે માટે વૃક્ષોનો આકાર વિકસાવવામાં આવ્યો છે અને ઇચ્છિત પસંદગીઓ અનુસાર તેનું સંચાલન કરવામાં આવ્યું છે.ત્યારબાદ ગત બુધવારે વૃક્ષોને રોડ માર્ગે જામનગર મોકલવામાં આવ્યા છે, જે આવતા અઠવાડિયે પહોંચી જશે.નર્સરીના માલિક વીરબાબુએ વ્યવસાય નીતિને ટાંકીને પ્રોજેક્ટનું વાસ્તવિક પેકેજ જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચો : AHMEDABAD : લગ્ન પ્રસંગે થતી ચોરી અટકાવવા અમદાવાદ પોલીસે એડવાન્સમાં ઘડ્યો એક્શન પ્લાન
આ પણ વાંચો : Surat : શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની અછતનો પ્રશ્ન દૂર કરવા 5 કરોડની જોગવાઈ, 60 ટકા અછત થશે દૂર