Jamnagarમાં યોજાશે કથાકાર રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ, ઐતિહાસિક પોથીયાત્રામાં નાસિકના ઢોલ અને સીદી બાદશાહ ટીમ શોભાયાત્રાનો હિસ્સો બનશે

|

Apr 30, 2022 | 2:37 PM

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવું જામનગર(Jamnagar) શહેર આવતીકાલથી ધર્મનગરી બનવા જઈ રહ્યું છે. ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ 1 મે થી 8 મે સુધી શ્રીમદ્દ ભગવત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે

Jamnagarમાં યોજાશે કથાકાર રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ, ઐતિહાસિક પોથીયાત્રામાં નાસિકના ઢોલ અને સીદી બાદશાહ ટીમ શોભાયાત્રાનો હિસ્સો બનશે
Rameshbhai Oza's Bhagavat Saptah to be held in Jamnagar

Follow us on

જામનગરમાં (Jamnagar) આવતીકાલે કથાકાર રમેશભાઈ ઓઝાની (Rameshbhai Oza) ભાગવત સપ્તાહ યોજાવાની છે. ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્ય યજમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા રહેશે. ત્યારે બ્રુકબોન્ડ મેદાનની સામે આવેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસ સ્થાનેથી આવતીકાલે સવારે 8.30 વાગ્યે પોથીયાત્રાનો પ્રારંભ થશે. જેમાં અનન્ય આકર્ષણો ઉભા કરાયા છે. જેમાં ખાસ કરીને નાસિકના ઢોલ સાથે ની ટીમ મેદાનમાં ઊતરશે, અને સમગ્ર પોથીયાત્રાના માર્ગે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે. સુંદર અને આકર્ષક પહેરવેશ સાથે ભાઈઓ-બહેનો સહિતની નાસિકની ટીમ ઢોલ સાથે વાજતે ગાજતે પોથી યાત્રામાં જોડાશે. આ ઉપરાંત તાલાલા ગીર પંથકના સીદી બાદશાહનું ગ્રુપ પણ શોભાયાત્રાનો હિસ્સો બનશે.

સંતો મહંતોની ઉપસ્થિતિમાં પોથીયાત્રા યોજાશે

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવું જામનગર શહેર આવતીકાલથી ધર્મનગરી બનવા જઈ રહ્યું છે. ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ 1 મે થી 8 મે સુધી શ્રીમદ્દ ભગવત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે, ત્યારે રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં યોજઈ રહેલી ભાગવત કથાના પ્રારંભે આવતીકાલે રવિવારે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પોથીયાત્રા નીકળશે. જેમાં મુખ્ય વક્તા અને સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાતથા અન્ય સંતો મહંતો પોથીયાત્રામાં જોડાશે. યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી 51 બાળાઓ પોથીયાત્રાનો પ્રારંભ કરાવશે. જેનું જામનગરમાં ઠેર ઠેર સ્વાગત થશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સૌપ્રથમ 8:30 વાગ્યે યજમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસ્થાનેથી 51 બાળાઓ કુમકુમ તિલક કરીને કળશ સાથે પોથી યાત્રાનો પ્રારંભ કરાવશે અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના ધર્મ પત્ની પ્રફુલાબા જાડેજા પોતાના મસ્તકે પોથી ઉચકીને પોથીયાત્રાનો પ્રારંભ કરાવશે. પોથીયાત્રા તેમના નિવાસ સ્થાનેથી પ્રારંભ થઈને વાજતે ગાજતે કથા મંડપ સ્થળે 10.30 વાગ્યા સુધીમાં પહોંચશે. જેમાં સમગ્ર પોથીયાત્રાના રૂટ પર સાત જગ્યાએ સ્વાગત થશે. સૌપ્રથમ ડીજેના તાલે પોથીયાત્રાનો પ્રારંભ થશે પછી, જેની સાથે સાથે 20 ઘોડેશ્વારો, સંતો-મહંતોની બગીઓ, નાસિકના ઢોલ, સિદી બાદશાહ નૃત્ય, ઉપરાંત જુદી-જુદી રાસ મંડળીઓ વગેરે જોડાશે. પોથીયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ કથા મંડપ સ્થળે પહોંચીને પોથીયાત્રાની પૂર્ણાહુતિ કરાશે અને પોથીનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપન થશે.

કથા આયોજન સમિતિની અપીલ

શ્રીમદ્ ભાગવત સપ્તાહ આયોજન સમિતિ દ્વારા વિશાળ જાહેર હિતમાં શ્રોતાજનોને અનુરોધ કરતાં જણાવ્યું છે કે, શ્રોતાજનો જ્ઞાનયજ્ઞનો અવશ્ય હોંશભેર ધર્મલાભ લે. પરંતુ નાનાં બાળકોને પોતાની સાથે ના લાવે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો તેમજ મધ્યાહનના સમયગાળાના કારણે બાળકોને લૂ લાગી જવાની તબીબી સંભાવના દર્શાવાઈ રહી છે. આ સાવચેતી સામે દરેક શ્રોતાજનોએ તકેદારી રાખવી અનિવાર્ય છે.

આ પણ વાંચો :Ahmedabad: અકસ્માત કરવાના બહાને લૂંટ કરતી ગેંગના એક સાગરીતની કરાઈ ધરપકડ, જાણો શું હતી આ લોકોની મોડ્સઓપરેન્ડી

આ પણ વાંચો-Surat: રાંદેર કોઝવેમાં 3 બાળકો ડૂબ્યાં, તાપી કાંઠે રમતા 3 બાળક ભરતીનાં પાણીમાં ખેંચાઈ ગયા, 2નાં મોત, 1 બાળકી લાપતા

Published On - 2:27 pm, Sat, 30 April 22

Next Article