AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી

જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે.

Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી
ફાઇલ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 06, 2021 | 5:05 PM
Share

Jamnagar:   રાજયભરમાં સામાન્ય રીતે દર વર્ષે જુન માસમાં વરસાદનુ આગમન થતુ હોય છે. પરંતુ આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદના કોઈ એંધાણ દેખાયા નથી. જુનમાં છુટોછવાયો વાવણીલાયક વરસાદ થયો. પરંતુ હાલ મોટાના ડેમમાં નવા નીરની આવક થઈ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ હજું વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

જોકે સારી વાત એ છેકે  ગત વર્ષે થયેલા સારા વરસાદના કારણે મોટાભાગના ડમ ઓવરફુલો થયો હતો. જામનગર જીલ્લાના ડેમમાં હજુ પણ 25 થી 30 ટકા પાણીથી ભરાયેલા છે. જેના કારણ જો વરસાદ બે માસ સુધી ના આવે તો પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે નહી.

Water enough to last for two months in the dam.

Water enough to last for two months in the dam.

જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે. આ ઉપરાંત નર્મદાની લાઈનથી નિયમિત પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Water enough to last for two months in the dam.

Water enough to last for two months in the dam.

હાલ જીલ્લાના 417 ગામ પૈકી 416 ગામમાં પાણી પાઈપલાઈન મારફત વિતરણ કરવામાં આવે છે. માત્ર જીલ્લા એક જ ગામ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે. તેમજ 8 જેટલા પરા વિસ્તારમાં ટેન્કરો દ્વારા દૈનિક 31 ફેરા પાણી આપવામાં આવે છે.

જામનગર શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ,આજી-4,સસોઈ ડેમ પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ અન્ય પાણીનો જથ્થો નર્મદાનુ પાણી આપવમાં આવે છે. જો વરસાદ ઓગષ્ટ સુધી જામનગરમાં ના આવે તો પણ જીલ્લાભરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય રહેશે તેવુ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

હાલ તો વરસાદને લઇને સમગ્ર રાજ્યમાં આતુરતાથી રાહ જોવાઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતિત છે. ત્યારે જો વરસાદ ખેંચાશે તો આગામી દિવસોમાં રાજયના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થાય તેવી પણ સંભાવના દેખાઇ રહી છે. ત્યારે હાલ તો સૌ-કોઇ મેઘરાજાના જલ્દી પધરામણા થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">