Jamnagar : સરકારી શાળામાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી

|

Jul 06, 2022 | 11:07 PM

નવુ શૈક્ષણિક વર્ષ 13 જુનથી શરૂ થયું. શાળા શરૂ થતાની સાથે રાજયભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. પરંતુ 22 દિવસ જેટલો સમય થઈ ચુકયો છે. પરંતુ સરકારી શાળાઓમાં ધોરણ- 1 અને 2 ના પાઠયપુસ્તકો (Textbooks) શાળામાં પહોંચ્યા નથી.

Jamnagar : સરકારી શાળામાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી
શાળાઓમાં પાઠયપુસ્તકો મળ્યા નથી

Follow us on

Jamnagar : નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થયુ. રાજયમાં શાળા (school) પ્રવેશોત્સવ પણ ઉજવાયો. શાળા શરૂ થયાને બે સપ્તાહથી વધુનો સમય થયો. પરંતુ હજુ સરકારી શાળાઓમાં ધોરણ 1 અને 2ના પાઠયપુસ્તકો (Textbooks)પહોંચ્યા નથી. પુસ્તકો વિદ્યાર્થીઓને મળે તેવી માંગ વાલીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવી છે.

નવુ શૈક્ષણિક વર્ષ 13 જુનથી શરૂ થયું. શાળા શરૂ થતાની સાથે રાજયભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. પરંતુ 22 દિવસ જેટલો સમય થઈ ચુકયો છે. પરંતુ સરકારી શાળાઓમાં ધોરણ- 1 અને 2 ના પાઠયપુસ્તકો શાળામાં પહોંચ્યા નથી. તેથી પુસ્તકો વિદ્યાર્થીઓને મળ્યા નથી. શાળા કાર્યરત થઈ છે. પરંતુ ધોરણ 1 અને 2 માં વિધાર્થીઓ પુસ્તકો વગર શિક્ષણ મેળવે છે. પાઠય પુસ્તકો વગર વિધાર્થીઓ ઘરે કોઈ લેશન, અધ્યયન, વાંચન જેવી પ્રવૃતિ ના કરી શકે. સમયસર વિધાર્થીઓને પાઠય પુસ્તકો મળે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 44 સરકારી શાળામાં ધોરણ 1 અને 2 ના પાઠયપુસ્તકો મળ્યા નથી. સરકાર દ્વારા હજુ સુધી પાઠયપુસ્તકો ના આપ્યા હોવાથી વિધાર્થીઓને પુસ્તકો આપી શકાય નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની કુલ 44 શાળામાં કુલ 3362 જેટલા વિધાર્થીઓ ધોરણ 1 અને 2માં અભ્યાસ કરે છે. જેમાં ધોરણ 1માં 1571 અને ધોરણ 2માં 1791 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેમને શાળા ખુલ્લાના બે સપ્તાહથી વધુનો સમય બાદ પણ પાઠય પુસ્તકો મળ્યા નથી. જોકે શાસનધિકારી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ કે શાળામાં આવતા બાળકોનો અભ્યાસ ના બગડે તેથી તેમને ગમ્મત સાથેનુ જ્ઞાન આપવામાં આવે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

માત્ર જામનગર શહેર જ નહી રાજયની મોટાભાગની સરકારી શાળામાં આવી સ્થિતી છે. જયાં ધોરણ 1 અને 2ના પાઠય પુસ્તકો વિધાર્થીઓને મળ્યા નથી. ગત વર્ષે પણ વિધાર્થીઓને સ્વાધ્યાયપોથી ઓછી આપવામાં આવી હતી. તો વખતે તો શાળા શરૂ થયાને 22 દિવસ પ્રસાર થયા છે. પરંતુ હજુ પણ પાઠય પુસ્તકો વિધાર્થીઓને મળ્યા નથી. કે શાળામાં પહોચ્યા નથી. જે મુદ્દે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે. વહેલી તકે વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકો આપવામાં આવે.

સરકાર દ્વારા પાઠય પુસ્તકો શાળાને આપવામાં આવ્યા નથી. તેથી ધોરણ 1 અને 2 ના વિધાર્થીઓને પાઠય પુસ્તકો મળ્યા નથી. હાલ શિક્ષકો પાઠય પુસ્તકો વગર વિધાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે.

Published On - 10:46 pm, Wed, 6 July 22

Next Article