Jamnagar: રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકોમાં રોષ, કોર્પોરેટર દ્વારા કામ ન થતા હોવાનો આક્ષેપ

|

Jun 13, 2022 | 4:06 PM

લોકો દ્રારા તંત્રને અનેક રજુઆતો કરવામાં આવેલ છે. પરંતુ સ્થાનિકોની ફરીયાદ છે કે કોઈ પગલા લેવાયા નથી. જેના કારણે સ્થાનિકોનુ ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બન્યુ છે.

Jamnagar: રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકોમાં રોષ, કોર્પોરેટર દ્વારા કામ ન થતા હોવાનો આક્ષેપ
locals over harassment of stray cattle

Follow us on

રખડતા ઢોર (stray cattle) ની સમસ્યા જામનગર (Jamnagar) શહેરમાં નવી નથી. તંત્ર આ મુદે અજાણ નથી. પરંતુ તંત્રના સબ સલામતના દાવા વચ્ચે લોકો રખડતા પશુઓના ભોગ બની રહ્યા છે. અનેક વખત રખડતા ઢોરના કારણે નાની-મોટી ઈજાઓ તો કેટલાક કિસ્સાઓમાં લોકો જીવ પણ ગુમાવ્યા છે. રવિવારે સાંજે ચાંદીબજાર વિસ્તારમાં એક વૃધ્ધ જીવ ગુમાવ્યો છે. જામનગર શહેરના ચાંદી બજાર પાસે આવેલા વાડીયાવાડ વિસ્તારમાં એક વૃધ્ધને ગાયે હડફેટે લેતા. તેમનુ મોત (death) થયુ . બનાવના સીસીટીવી ફુટેજ સામે આવ્યા. જેમાં સ્પષ્ટ દેખાય છે વૃધ્ધને ગાયને ઢીક મારીને પછાડયા બાદ તેના પર શીંગળા અને પગ વડે ઢીકે ચડાવીને તેના ગંભીર ઈજાઓ કરી. ભાવેશ બોરસદીયા નામના 62 વર્ષીય વેપારી પોતના ઘરની બહાર નિકળતાની સાથે ગાયને હડફેટે ચડયા. આસપાસના લોકોને ગાયથી બચાવવા દોડયા તેટલી વારમાં ગાયે તેને એવી રીતે હડફેટે લીધા તેને સારવાર મળે તે પહેલા તેનુ મોત થયુ.

જામનગર શહેરમાં રખડતા ઢોરે લોકોને હડફેટે લીધા હોય તે પહેલો બનાવ નથી. આ પહેલા આવા અનેક બનાવ બન્યા છે. લોકો દ્રારા તંત્રને અનેક રજુઆતો કરવામાં આવેલ છે. પરંતુ સ્થાનિકોની ફરીયાદ છે કે કોઈ પગલા લેવાયા નથી. જેના કારણે સ્થાનિકોનુ ઘરની બહાર નિકળવુ મુશકેલ બન્યુ છે. રહેણાક વિસ્તારમાં રખડતા ઢોરના કારણે લોકો મુશકેલીમાં મુકાય છે. લોકોની માંગ છે માત્ર ખાતરી નહી પરંતુ ઢોરના ત્રાસનો કાયમી ઉકેલ આવે તેવા પગલા લેવાની માંગ કરી રહ્યા છે.

શહેરમાં રખડતા ઢોરના ત્રાસ અંગે વિપક્ષ જ નહી પરંતુ શાસક પક્ષના સભ્યો પણ રજુઆત કરે છે. વોર્ડ નંબર 9માં આવા અનેક બનાવો બન્યા છે. જે અંગે ભાજપના વોર્ટ નંબર 9ના કોર્પોરેટ નિલેશ કગથરા દ્રારા અનેક વખત પગલા લેવા રજુઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલા લેવાયા નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ મુદે શાસકો જણાવ્યુ કે રખડતા ઢોરની સમસ્યા વિકટ છે. જે માટે તંત્ર યોગ્ય રીતે કામગીરી કરે છે. પરંતુ આ જવાબદારી માત્ર મહાનગર પાલિકાની નહી પરંતુ ઢોર માલિકોની પણ છે. જે પોતાના ઢોરને ખીલ્લા મુકે છે. મહાનગર પાલિકા દ્રારા ઢોરને પકડીને તેને ઢોર ડબ્બામાં મુકવામાં આવે છે. તેવુ સ્ટેડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારીયાએ જણાવ્યુ હતુ.

રખડતા ઢોર મુદે છેલ્લા એક સપ્તાહથી કામગીરી કરવામાં આવે છે. જેમાં કુલ 185 ઢોરને પકડીને ઢોર ડબ્બામાં મોકલી આપવામાં આવ્યા છે. જે બનાવ બન્યો છે. તે દુખદ હોવાનુ અધિકારી જણાવીને ઢોર માલિકો સામે પણ ફરીયાદ કરવાની કામગીરી થશે તેવુ નાયબ કમિશ્નર એ.કે.વસ્તાણીએ જણાવ્યુ હતુ. રખડતા ઢોરની સમસ્યા વિકટ બની રહી છે. લોકો રખડતા ઢોરથી પરેશાન થયા છે. અને તંત્ર દ્રારા યોગ્ય કામગીરી થતી હોવાના બણગા ફુકાય છે. ત્યારે રખડતા ઢોર મુદે લોકો ખુદ સાવચેત રહે તો જ સલામત રહી શકે.

Next Article