Jamnagar: પ્રીમોન્સુન માટેની કામગીરીનો પ્રાંરભ, 58.42 લાખના ખર્ચે એક માસ સુધી ચાલશે કામગીરી

|

May 13, 2022 | 7:43 PM

જામનગર મહાનગર પાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુનનો (Premonsoon) એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આશરે 58 લાખના ખર્ચે શહેરમાં પ્રીમોન્સુનની કામગીરી કરાશે. જે કામગીરીનો પ્રાંરભ કરવામાં આવ્યો છે.

Jamnagar: પ્રીમોન્સુન માટેની કામગીરીનો પ્રાંરભ, 58.42 લાખના ખર્ચે એક માસ સુધી ચાલશે કામગીરી
Jamnagar premonsoon work

Follow us on

જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુનનો (Premonsoon) એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આશરે 58 લાખના ખર્ચે શહેરમાં પ્રીમોન્સુનની કામગીરી કરાશે. જે કામગીરીનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. દર વર્ષે મહાનગર પાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુન કામગીરી કરવામાં આવે છે. આ વખતે પણ જામનગર મહાનગર પાલિકાએ કુલ રૂપિયા 58,42,100 ના ખર્ચે પ્રીમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે.

કુલ 11 જગ્યાએ આશરે 38 કીમીના વિસ્તારમાં કામગીરી કરવામાં આવશે. મહાનગર પાલિકાની ટીમને કામની સોપણી કરીને નિયત સમયમાં કામગીરી પુર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અને આ માટે વિવિધ 6 એજન્સીઓને કામ ટેન્કર પ્રકિયાથી આપવામાં આવ્યુ છે. વરસાદ બાદ શહેરમાં પાણી ન ભરાય તે માટે પ્રીમોન્સુન કામગીરીની આયોજન કરવામાં આવ્યુ છે. જે કામગીરીના આજથી પ્રાંરભ કરવામાં આવ્યો છે. 3 વિભાગમાં કામગીરીનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. જે એક માસ સુધીમાં પુર્ણ કરવાનુ આયોજન સાથે અમલીકરણ શરૂ કરવામાં આવ્યુ છે.

સોલીડ-વેસ્ટ શાખા દ્વારા માઈક્રો પ્લાનીંગ

વરસાદ પહેલા મહાનગર પાલિકાના અધિકારીઓ દ્રારા અગાઉથી પ્રીમોન્સુન કામગીરીનો માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. બે સપ્તાહ પહેલા કમિશ્નર સહીતના અધિકારી દ્રારા મીટીંગ કરીને આયોજન કરવામાં આવ્યુ હતું. જે બાદ ટેન્કર પ્રક્રિયા કરીને 6 એજન્સીઓને કામ આપવામાં આવ્યુ છે. કામ સાઈડ પર કમિશ્નર સહિતના અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લઈને સોલીડ-વેસ્ટ શાખાની ટીમને કામ પર મોનીટરીંગ કરીને ડે-ટુ-ડેનો અહેવાલ ફોટા સાથે રજુ કરવાની સુચના આપવામાં આવી છે. ચોમાસા પહેલા, ચોમાસા દરમ્યાન અને ચોમાસા બાદ પણ કેનાલની સફાઈ તેમજ તેમા અવરોધ દુર કરવાની કામ એજન્સીને સોપવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પ્રીમોન્સુન કામગીરી પર વિપક્ષના આક્ષેપો

મહાનગર પાલિકા દ્વારા કાગળ પર તો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં અનેક સ્થળો યોગ્ય રીતે કામગીરી થતી નથી. સરકારી કાગળ પર સબ સલામતની નોધ કરવામાં આવે છે. શહેરના અનેક વિસ્તારોમાં કેનાલોની સફાઈ થઈ નથી. શહેરના મુખ્ય માર્ગો પર આવેલી ખુલ્લી કેનાલ પર યોગ્ય રીતે સફાઈ નહી થાય તો વરસાદ પાણીનો નિકાલ નહી થઈ શકે. અને પહેલા વરસાદ બાદથી શહેરમાં પાણી ભરાતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠશે. વિપક્ષે માંગ કરી જે પ્રમાણે કાગળ પર કામગીરી થાય છે. તે મુજબ વાસ્તવમાં તેનો અમલ થાય તે જરૂરી છે. ગત વર્ષે શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આ વખતે આવુ થશે તો વિપક્ષ દ્રારા તેને ઉગ્ર વિરોધ કરાશે.

Published On - 7:43 pm, Fri, 13 May 22

Next Article