Jamnagar: ઉર્ષના કાયક્રમમાં ઘોડા અને ઊંટગાડીની રેસ, પ્રથમ વખત દોડ્યા આ વિશેષ પ્રકારના ઘોડા 

|

May 21, 2022 | 12:13 PM

જામનગર (Jamnagar) જિલ્લાના ઢીંચડામાં યા શાહ મુરાદ શાહ વલી રહમતુલ્લાહ અલયહેની દરગાહ શરીફમાં ઉર્ષ મુબારક  (Urs  mubarak) કાર્યક્મ યોજાયો હતો. જે નિમિતે આયોજિત રેસમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ત્રણ ફૂટના ઘોડા દોડાવવામાં આવ્યા હતા.

Jamnagar: ઉર્ષના કાયક્રમમાં ઘોડા અને ઊંટગાડીની રેસ, પ્રથમ વખત દોડ્યા આ વિશેષ પ્રકારના ઘોડા 
Jamnagar: Horse and camel race

Follow us on

જામનગર (Jamnagar) જિલ્લાના ઢીંચડામાં યા શાહ મુરાદ શાહ વલી રહમતુલ્લાહ અલયહેની દરગાહ શરીફમાં ઉર્ષ મુબારક  (Urs  mubarak) કાર્યક્મ યોજાયો હતો. જે નિમિતે આયોજિત રેસમાં ઘોડા તથા ઉંટગાડીની રેસ યોજાઈ હતી. આ રેસ તમામ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેસના અંતે પ્રથમ તથા બીજા ક્રમના વિજેતાઓને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રેસમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ત્રણ ફૂટના ઘોડા દોડાવવામાં આવ્યા હતા.

ઘોડારેસ તેમજ ઊંટગાડીની રેસ જુદી જુદી પાંચ કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત માત્ર ત્રણ ફૂટ ના ઘોડાની રેસ યોજવામાં આવી હતી. જે ઢીંચડા ગામમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સૌપ્રથમ ઊંટ ગાડીની રેસ યોજાઈ હતી, જેમાં ત્રણ ઊંટગાડીઓને દોડાવવામાં આવી હતી, જેમાં પ્રથમ નંબરે જામનગરના બેડેશ્વરના કરીમભાઈ પ્રથમ નંબરે, જ્યારે અબદુલભાઈ ઉમરભાઈ ખફીની ઊંટગાડી બીજા ક્રમે વિજેતા બની હતી, જેઓને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યાર પછી સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ત્રણ ફૂટની હાઈટના નાના (પોના ઘોડા)ની રેસ યોજવામાં આવી હતી, જેમાં 3 ફૂટની હાઈટ વાળા પાંચ ઘોડા જે ખાસ મહારાષ્ટ્રથી આવ્યા હતા, જેની રેસ યોજવામાં આવી હતી અને તેમાં ઢીંચડાના આબેદિન પતાણી પ્રથમ સ્થાને, જ્યારે ઢીંચડાના જ અબ્દુલ લતીફ ખફી બીજા સ્થાને વિજેતા થયા હતા. જેઓનું પણ પાઘડી પહેરાવીને સન્માન કરાયું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મોટા ઘોડાની રેસમાં એકી સાથે 18 જેટલા ઘોડેસવારોએ સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી ભાગ લીધો હતો. જેમાં જામનગરના ઓસ્માણભાઈ ખફીનો 307 નંબરનો ઘોડો પ્રથમ સ્થાને વિજેતા રહ્યો હતો. ઢીચડાના જાખર ભાઈ કોટાઈનો ‘રોકેટ’ નામનો ઘોડો બીજા સ્થાને વિજેતા બન્યો હતો અને તેઓને પણ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાના વછેરા ઘોડામાં પણ આઠથી વધુ ઘોડેસવારો જોડાયા હતા. જેમાં મસીતીયા ગામના આદમભાઈ ખફી પ્રથમ અને મસિતિયા નાજ ઘોડેસવાર વિજેતા બન્યા હતા.

નાના રેવાલના ઘોડાની રેસમાં પણ આઠ ઘોડેસવાર જોડાયા હતા. જેમાં પ્રથમ નંબરે ગુલાબ નગરના નવાજભાઈ હનીફભાઇ સંધિના પાણીવાળા ઘોડાને પ્રથમ સ્થાને તેમજ સોયલ વાળા મોહમ્મદ બાપુનો ઘોડો બીજા સ્થાને વિજેતા બન્યો હતો.

 

તો મોટા રેવાલના ઘોડાની રેસમાં પણ સૌથી વધુ ઘોડા જોડાયા હતા, જેમાં રાજકોટના મદનપુરના કાનાભાઈ શિયાળની મેઘુની નામની ઘોડી પ્રથમ નંબરે જ્યારે રાજકોટના અફઝલ ભાઈ સુમરાની સુરકી નામની ઘોડી બીજા નંબરે વિજેતા થઈ હતી, જેઓનું પણ પાઘડી પહેરાવી ને સન્માન કરાયું હતું. ઉર્ષ મુબારક કાર્યક્રમમાં મજલીસ, નિયાજ, ચાદર શરીફ, કવાલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, ઉપરાંત ઘોડારેસ અને ઊંટ ગાડી ની રેસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી અનેક મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

Published On - 11:25 am, Sat, 21 May 22

Next Article