ગુજરાતના(Gujarat) જામનગરમાં(Jamnagar) આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂ.214 કરોડના વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કર્યુ.જે પૈકી રૂ.128 કરોડના કામોના લોકાર્પણ, જેમાં રૂ.90 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પી.પી.પી. બેઈઝ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજનાની તથા જીયુડીસીની ગ્રાન્ટ અંતર્ગત એલ. સી. નં.199 રેલ્વે ક્રોસિંગ ઉપર રૂ.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટુ લેન “ડૉ બાબાસાહેબ આંબેડકર રેલ્વે ઓવરબ્રિજ તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ રૂ.8 કરોડના ખર્ચે બનાવેલ નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોરલેન રોડનું લોકાર્પણ તેમજ રૂ.61 કરોડના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાયનું કામ, શહેરમાં જુદી જુદી જગ્યાએ આસ્ફાલટ રોડના કામોનું રૂ.15 કરોડના ખર્ચે તથા હાપા ખાતે રૂ.10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર યુસીએચસી સેન્ટર બનાવવાના કામોના એમ કુલ રૂ.86 કરોડના કામોના ઇ-ખાતમુહૂર્ત કર્યા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, વિકાસની દિશામાં જામનગરએ વધુ એક હરણફાળ ભરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર વિકાસના સતત કામો કરી રહી છે અને જન જન સુધી વિકાસની ગાથા પહોંચી છે. જામનગરમાં 90 કરોડની રકમ થી સાકાર થયેલો ગુજરાતનો સર્વ પ્રથમ અત્યાધુનિક અને પી.પી.પી. બેઇઝ આધારિત વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ દૈનિક 450 મેટ્રિક ટનની કેપેસિટી ધરાવે છે. આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે અને પર્યાવરણ જાળવણી પણ થશે. વિકાસના અવિરત કાર્યો થઈ રહ્યા છે. ગુજરાતનાં સર્વ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની જામનગરમાં સ્થાપના થવાથી પ્રદૂષણ ઘટશે. તેમજ ઓવરબ્રિજ થકી એરફોર્સ તેમજ રિંગ રોડપર વિકસેલ સોસાયટીઓની અંદાજે 1 લાખ જેટલી વસ્તીને જામનગર શહેર સાથે સીધી કનેક્ટિવિટી મળશે. જેને લીધે સમય તથા ઈંધણની પણ બચત થશે. ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યા નહિ થાય.
જામનગર શહેરમાં દિગજામ સર્કલથી વુલન મિલ તરફના રેલવેના નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓવર બ્રિજને રાજ્યનાં મુખ્યમંત્રીએ આજે લોકાર્પિત કર્યુ. શહેરની અંદાજે એકાદ લાખની વસ્તીને અસરકર્તા એવા ડો.બાબા સાહેબ આંબેડકર ઓવર બ્રિજને ખુલ્લો મુકતાની સાથે જ તેના પરથી વાહનચાલકો પસાર થયા હતા. જામનગર શહેરમાં ગુલાબ નગર, સમર્પણ ઓવર બ્રિજ, બેડી ઓવર બ્રિજ અને ત્યાર પછીનો આ ચોથો ઓવરબ્રિજ નિર્માણ પામ્યો છે. ઉપરાંત એક અંડર બ્રિજનું પણ શહેરમાં નિર્માણ થયું છે. જામનગર શહેરની મધ્યમાં આવેલ તમામ રેલવે ફાટકો પર ઓવરબ્રિજ અથવા અંડર બ્રિજનું નિર્માણ થઈ ગયું હોવાથી જામનગર શહેર આજે ફાટક મુક્ત બન્યું શહેર બન્યું છે.
Published On - 4:31 pm, Wed, 6 July 22