AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: ચાર વર્ષની બાળકીની અનોખી આવડત, અનેક શ્લોક કંઠસ્થ કર્યા

જામનગરની (Jamnagar) ચાર વર્ષની બાળકી જે બોલતા પછી શીખી પરંતુ શ્લોક પાઠ પહેલા શીખ્યા. હિર હિરપરાના નામની 4 વર્ષની બાળકીએ અનેક શ્લોક, પાઠ, આરતી કંઠસ્થ કરી છે. સાથે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગેજી સહીતની ભાષા શીખવાની શરૂ કરી છે.

Jamnagar: ચાર વર્ષની બાળકીની અનોખી આવડત, અનેક શ્લોક કંઠસ્થ કર્યા
જામનગરની બાળકીનું અનોખુ ટેલેન્ટ (ફાઈલ ઈમેજ)
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 14, 2022 | 11:17 PM
Share

અષાઢ માસની પુર્ણિમાનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. જેને ગુરૂપુર્ણિમા તરીકે ઓળખાય છે. ત્યારે જામનગરની (Jamnagar Latest News) ચાર વર્ષની બાળકી પોતાની માતાને જ ગુરૂ માનીને હોવાથી તેનુ પુજન કરીને સન્માન આપી આદર વ્યકત કર્યો. ચાર વર્ષની બાળકી જે બોલતા પછી શીખી પરંતુ શ્લોક, પાઠ પહેલા શીખ્યા. હિર હિરપરાના નામની 4 વર્ષની બાળકીએ અનેક શ્લોક, પાઠ, આરતી કંઠસ્થ કરી છે. સાથે ગણિત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગેજી સહીતની ભાષા શીખવાની શરૂ કરી છે. તમામ પ્રકારનું જ્ઞાન પોતાના માતા-પિતા પાસેથી મેળવે છે. તેથી ગુરૂપુર્ણિમાના દિવસે પોતાના માતા-પિતાનુ પુજન કરીને આદર વ્યકત કર્યો.

હિર હિરપરાનો જન્મ 10 નવેમ્બર 2017ના થયો હતો. જેને અભ્યાસ અને ધાર્મિક વિષય પર વધુ રસ અને રૂચિ છે. ચાર વર્ષની બાળકી હાલ સુધી કોઈ નર્સરી, કે સ્કૂલના પગથિયા ચડી નથી. પરંતુ તેને ગણિતમાં 1 થી 100ના આંકડા, 1થી 10ના પાળા માઢે આવડે છે. સાથે ગુજરાતી બારાખડી મોઢે આવડે છે. તેમજ ગુજરાતી વાંચન પણ કરી શકે છે. સાથે અંગ્રેજીના એ ટુ ઝેડથી શરૂ થતા શબ્દો, પહેલી અને બીજી એ,બી,સી,ડી., તેમજ હિન્દી બારાખડી શીખી છે. તો વાત થઈ હિરના માત્ર અભ્યાસની પરંતુ તેની સાથે તેણે અનેક સંસ્કૃત ભાષામાં શ્ર્લોક કંઠસ્થ કર્યા છે. જેમાં ગાયત્રી મંત્ર, 12 જયોતિલીંગનો મંત્ર, સ્વામીનારાયણના શ્ર્લોક, શનિદેવનો શ્ર્લોક ગણપતિના શ્ર્લોક, સરસ્વતી વંદના, હનુમાન ચાલીસા, વિશ્રામો, 4 અલગ-અલગ આરતી, ભાવગીત કડોકડ બોલે છે. આ ઉપરાંત તે હિન્દુ દેવદેવતાઓને ફોટા જોતા તેની ઓળખ આપે છે.

માતાએ કર્યો મોબાઈલનો ત્યાગ

હિરને માતા-પિતા પાસેથી વારસામાં સંસ્કાર મળ્યા છે. માતા આકૃતિ હિરપરાએ એમએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. પોતાની લાડકી હિરને ઉચ્ચ અભ્યાસ કરવાની સાથે સંસ્કારનુ સિંચન કરવા માટે દિવસભર મહેનત કરે છે. હિરના જન્મ બાદ તેની માતા આકૃતિએ મોબાઈલનો ત્યાગ કર્યો. જેથી બાળકીમાં મોબાઈલ પાછળનો નકામો સમયના વેડફાય તેમજ પોતાના વધુ સમય બાળકીને નવુ શિખડાવા પાછડ જ ખર્ચાય. દિવસમાં એક કલાક અભ્યાસ લગતી પ્રવૃતિ હિર સાથે કરે છે. એક કલાકથી વધુ સમય તેને શ્ર્લોક, આરતી, સ્તૃતિ શીખવાડે છે.

હિરને સુવડાવતી વખતે પણ કોઈ નવો હાલરડાને બદલે શ્ર્લોક બોલીને સુવડાવે છે. હિર પણ શ્ર્લોક સાંભળીને ઉંઘે છે. હિરને ભણવાની સાથે ચિત્રકામ કરવુ અને સાઈકલ ચલાવી વધુ પસંદ છે. તે 3 વર્ષથી દરેક અગિયારસ કરે છે. હિરે 5 દિવસનો ગૌરીવ્રત મોરાકત કર્યુ છે. હિરની માતા પાસે મોબાઈલ ન હોવાથી જયારે તક મળે ત્યારે પિતાના મોબાઈલમાં થોડો સમય ધાર્મિક શ્ર્લોક, આરતી જેવા વિડીયો જોઈને ઉચ્ચાર અને રાગ શીખે છે. માતા-પિતાને ગુરૂ માનવામાં આવે છે. નાનકળી હિરે તેના પિતા ગરીશ અને માતા આકૃતિ પાસેથી અભ્યાસની સાથે ધાર્મિક જ્ઞાન મેળવ્યુ છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">