Jamnagar : જામનગર જિલ્લા દૂધ સંઘ તેમજ સાબર ડેરીએ દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો, પશુપાલકો ખુશખુશાલ

|

Jan 18, 2023 | 9:47 AM

હાલ રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા 7.55 રૂપિયા ભાવ ચૂકવવામાં આવે છે. જ્યારે જામનગર દૂધ સંઘ દ્વારા 790 કિલો ફેટના આ ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

Jamnagar : જામનગર જિલ્લા દૂધ સંઘ તેમજ સાબર ડેરીએ દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો, પશુપાલકો ખુશખુશાલ
Sabar Dairy દ્વારા દૂધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર

Follow us on

જામનગર જિલ્લાના દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન કાન્તિલાલ ગઢિયા દ્વારા દૂધનો કિલો ફેટે 10નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દૂધમાં પ્રતિ કિલો ફેટના ભાવ વધારો મહિનામાં બીજી વાર કરવામાં આવ્યો હતો તેનાથી પશુપાલકોને ફાયદો થશે. અગાઉ કિલો ફેટ દીઠ 780 હતા અને હવે વધારીને કિલો ફેટ દીઠનો ભાવ વધીને 790 કરવામાં આવ્યો

પશુપાલકને કિલો ફેટે 10નો વધારો મળશે

હાલ રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા 7.55 રૂપિયા ભાવ ચૂકવવામાં આવે છે જ્યારે જામનગર દૂધ સંઘ દ્વારા 790 કિલો ફેટના આ ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

સાબર ડેરીએ દુધના પ્રતિ કિલો ફેટે રૂ. 20નો ભાવ વધારો કર્યો

તો સાબર ડેરીએ પણ  ગત રોજ ભેંસના દૂધમાં રૂપિયા 20નો વધારો કર્યો હતો આ ભાવ વધારાને પગલે રૂપિયા 800 પ્રતિ ફેટે મળશે. તો ગાયના દૂધનો ભાવ કિલો ફેટના રૂપિયા 765 મળશે.  આ ભાવવધારાને કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે. સાબર ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલો ભાવ વધારો  21 જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Next Article