જામનગરઃ હાપા યાર્ડમાં ચણાની મબલખ આવક, અપુરતા ભાવથી ખેડુતો નિરાશ

|

Jul 13, 2021 | 10:17 PM

સરકાર દ્રારા ટેકાના ભાવે ચણાની ખરીદી 27 જુનથી બંધ કરવામાં આવી છે. સરકાર દ્રારા ટેકાનો ભાવ 1020 રૂપિયા મણનો આપવામાં આવ્યો છે. જે ખુલ્લા બજારમાં ભાવ ઓછો મળતો હોવાનો ખેડુતો ફરીયાદ કરી રહ્યા છે.

જામનગરઃ હાપા યાર્ડમાં ચણાની મબલખ આવક, અપુરતા ભાવથી ખેડુતો નિરાશ
જામનગરના માર્કેટયાર્ડમાં ચણાના પૂરતા ભાવ ના મળતા ખેડૂતો નિરાશ

Follow us on

ગુજરાત સરકાર દ્વારા હાલ ચણાની ટેકાના ભાવે ( Support price ) ખરીદી બંધ કરી છે. જો કે ખેડૂતો ચણા વેચવા માટે માર્કેટયાર્ડમાં ( Marketyard ) આવી રહ્યાં છે. જ્યા તેમને પુરતા ભાવ મળતા ના હોવાની ફરિયાદ કરી રહ્યાં છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી ચણા સહીતની જણસને ખુલ્લામાં રાખવી જોખમી ગણાય છે. આવા સંજોગોમાં ખેડૂતોને મર્યાદીત જણસ સાથે આવવા માર્કેટયાર્ડ દ્વારા અપિલ કરાઈ છે. જો કે ચણાની આવક વધતા, જામનગરના નવા માર્કેટયાર્ડ ( Hapa Yard )દ્વારા નવી આવક લાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. જો કે આજે ખેડૂતો ચણા લઈને આવતા, પૂરતા ભાવ મળતા ના હોવાની ફરિયાદ ઉઠી છે.

સરકાર દ્રારા ચણાની ટેકાના ભાવે ( Support price ) ખરીદી કરવાનુ બંધ કરવામાં આવ્યુ પરતું હજુ પણ યાર્ડમાં યણાની મબલખ આવક થઈ રહી છે. ખેડુતો ટેકાના ભાવ ( Support price ) જેટલા પણ ભાવ ના મળતા હોવાની ફરીયાદ ખેડુતો કરી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં થોડા દિવસથી ચણાની આવકમાં વધારો થયો છે. હાલ વરસાદી વાતાવરણ હોય તેથી ખુલ્લા શેડમાં જણસી ના રાખી શકાય તેથી તમામ જણસી મર્યાદિત માત્રામાં આવક લેવામાં આવે છે. ચણાની આવક વધતા તેના પર વારંવાર તેની નવી આવક પર યાર્ડમાં પ્રતિબંધ મુકવામાં આવે છે. હાલ આજે ફરી જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ચણાની આવક શરૂ કરવામાં આવી. જેમાં અઢી હજાર ગુણીની આવક થઈ છે. અત્યાર સુધીમાં યાર્ડમાં કુલ 4 લાખથી વધુ ગુણીની ચણાની આવક થઈ છે. ખેડુતોન 860 થી 960 રૂપિયા સુધીનો મણનો ભાવ મળી રહ્યો છે.

સરકાર દ્રારા ટેકાના ભાવે ચણાની ખરીદી 27 જુનથી બંધ કરવામાં આવી છે. સરકાર દ્રારા ટેકાનો ભાવ 1020 રૂપિયા મણનો આપવામાં આવ્યો છે. જે ખુલ્લા બજારમાં ભાવ ઓછો મળતો હોવાનો ખેડુતો ફરીયાદ કરી રહ્યા છે. ટેકાના ભાવે વેચવા ઈચ્છા ખેડુતો ખરીદી પ્રક્રિયાની ગુચવણોના કારણે વેચાણ કરી શકયા નહી. અને ખુલ્લા બજારમાં વેચાણ કરવા માટે ખેડુતો મજબર બન્યા.

 

Published On - 2:24 pm, Tue, 13 July 21

Next Article