Jamnagar : ભારે વરસાદના પગલે જાલણસર ગામે ચેકડેમ તૂટયો, ખેતરોમાં પાણી ફરી વળ્યું

|

Jul 26, 2021 | 2:30 PM

જેમાં ગઈકાલે જાલણસર ગામે 3 કલાક માં 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના પગલે 40 વરસ જૂનો ચેકડેમ તુટયાના સમાચાર સામે આવ્યા છે.

જામનગરના કાલાવડ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે જોરદાર વરસાદ પડયો હતો.જેમાં ગઈકાલે જાલણસર ગામે 3 કલાક માં 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના પગલે 40 વરસ જૂનો ચેકડેમ તુટયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં લીધે ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. તેમજખેતરોનું ધોવાણ થયું છે.

જામનગરમાં પણ ગઇકાલે પડેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. બાલાવડી ડેમ, કાલાવડનો ફુલઝર-1 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. તો ઉમરાલા નાડીમાં પણ પાણી ભરાઇ ગયા હતા.જો કે, કાલાવડ હાઇવે પર પાણી ફરી વળતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : Tokyo Olympics 2020: ટોક્યોમાં ખીલ્યું ભારતનું “કમલ”, ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં શરથ કમલે કર્યો પ્રવેશ

આ પણ વાંચો : Parliament Monsoon Session: ખેડુતોનાં સમર્થનમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોચ્યા રાહુલ ગાંધી, કહ્યું કે હું ખેડુતોનો સંદેશો લઈને આવ્યો છું 

Published On - 2:11 pm, Mon, 26 July 21

Next Video