Jamnagar: ચોમાસામાં દરીયામાં માછીમારી પર પ્રતિબંધ, માછીમારોએ વિવિધ પ્રશ્નો અંગે મંત્રીને કરી રજુઆત

|

May 26, 2022 | 5:58 PM

દરીયામાં જવાના જોખમ સામે નાની બોટને થોડા સમય માટે માછીમારીની (Fishing) છુટ આપવાની રજુઆત માછીમારો કરી. જો નાની બોટના માલિકને માછીમારીની છુટ આપવામાં તો તેની આર્થિક મુશ્કેલી ઓછી થાય.

Jamnagar: ચોમાસામાં દરીયામાં માછીમારી પર પ્રતિબંધ, માછીમારોએ વિવિધ પ્રશ્નો અંગે મંત્રીને કરી રજુઆત
માછીમારોએ મંત્રીને કરી રજુઆત

Follow us on

દરીયામાં બોટ લઈને માછીમારો માછલી પકડવા માટે જતા હોય છે. જો કે,  ચોમાસામાં માછીમારો માટે દરીયો ખેડવો જોખમી હોય તેથી સરકાર દ્વારા (Jamnagar News) દરીયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવતો હોય છે. આ વખતે 1 જુનથી દરીયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે દર વર્ષે 15 જુનથી લાદવામાં આવતો હોય છે. સરકાર દ્વારા યાંત્રિક બોટ દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયુ છે. આગામી તારીખ 1 જૂન થી 31 જુલાઇ સુધી આંતરદેશીય તથા દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારોમાં આ જાહેરનામું લાગુ રહેશે.

ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય આધારિત હુકમથી જામનગર જિલ્લાના આંતરદેશીય તથા દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 01-06-2022 થી તારીખ 31-07-2022 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લાકડાની અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.

માછીમારી કરી રહેલ તમામ બોટોએ તારીખ 31-05-2022 સુધીમાં પોતાના બંદર ખાતે પરત ફરી તમામ બોટોની આવકની નોંધ ઓનલાઈન સોફ્ટવેરમાં ફરજિયાત કરવાની રહેશે. આદેશ ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યઉદ્યોગ કાયદો 2003-કલમ 6/1(ટ)ના ભંગ બદલ કલમ-21/1(ચ) મુજબ દંડને પાત્ર થશે તેમ મદદનીશ મત્સ્યઉધોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

માછીમારોએ વિવિધ પ્રશ્નો અંગે મંત્રીને કરી રજુઆત

જામનગર જીલ્લા બેડી, સચાણા, સિકકા સહીતના માછીમાર આગેવાનો અને માછીમારે વિવિધ પ્રશ્ને કૃષિમંત્રીને રજુઆત કરી. અગાઉ કોરોના કારણે લાંબો સમય માછીમારી બંધ રહેતા અનેક માછીમાર પરીવારને મુશ્કેલી થઈ છે. તેમજ લાંબા સમય માટે દરીયામાં પ્રતિબંધ લાગવામાં આવે તો નાના માછીમારોની મુશ્કેલી વધે શકે. દરીયામાં જવાના જોખમ સામે નાની બોટને થોડા સમય માટે માછીમારીની છુટ આપવાની રજુઆત માછીમારો કરી. જો નાની બોટના માલિકને માછીમારીની છુટ આપવામાં તો તેની આર્થિક મુશ્કેલી ઓછી થાય. જે લાંબા સમય સુધી દરીયામાં ન જાય તો તેમની મુશ્કેલી વધી શકે છે.

આ સાથે જ જેવી રીતે ખેડૂતોને કિસાન ક્રેડીક કાર્ડ આપવમાં આવે છે. તેવી રીતે સાગર-ખેડૂને પણ કિશાન ક્રેકીડ કાર્ડના લાભ મળવા જોઈએ. આ ઉપરાંત બોટની મંજુરી, લાયન્સ, જેટી, પીવાના પાણી સહીતના અનેક પ્રશ્નો અંગે માછીમારોએ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને કૃષિમંત્રી રાઘવજી પટેલને વિસ્તૃત રજુઆત કરી હતી. તો સામે પક્ષે રાઘવજી પટેલે તેમની રજુઆત યોગ્ય હોવાનુ જણાવી, મત્સ્યોદ્યોગ મંત્રીને આ બાબતે યોગ્ય નિર્ણય કરવા ભલામણ કરવાની ખાતરી આપી હતી.

Published On - 5:57 pm, Thu, 26 May 22

Next Article