Jamnagar: નોકરી છીનવાયા બાદ એક એન્જિનીયર યુવકે અપનાવ્યુ આ કામ, આજે માત્ર ત્રણ કલાકમાં મેળવે છે એન્જિનીયર કરતા વધુ આવક

|

Mar 13, 2022 | 12:15 PM

જામનગરમાં પણ એક એન્જિનીયર યુવકે બેરોજગાર બન્યા બાદ નાનું કામ કરવામાં કોઈ શરમ ન અનુભવી અને આજે તે એક ગાંઠિયાની દુકાન ચલાવી સારી એવી રોજગારી મેળવી રહ્યો છે.

Jamnagar: નોકરી છીનવાયા બાદ એક એન્જિનીયર યુવકે અપનાવ્યુ આ કામ, આજે માત્ર ત્રણ કલાકમાં મેળવે છે એન્જિનીયર કરતા વધુ આવક
A young engineer earns a good income by selling Ganthiya in Jamnagar

Follow us on

કામ નાનું હોય કે મોટુ તેના પાછળ કરવામાં આવતી મહેનત અને તેનાથી મળતી સફળતા જ મહત્વ ધરાવતી હોય છે. જામનગર (Jamnagar)માં પણ એક એન્જિનીયર યુવકે (Engineer Youth) બેરોજગાર બન્યા બાદ નાનું કામ કરવામાં કોઈ શરમ ન અનુભવી અને આજે તે એક ગાંઠિયાની દુકાન ચલાવી સારી એવી રોજગારી (Employment) મેળવી રહ્યો છે. દુર દુરથી લોકો આ યુવાનની દુકાનની લારી પર ગાંઠિયા ખાવા આવે છે.

આજના સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ યુવાનો નાના કામ કરવામાં શરમ અનુભવતા હોય છે. ઘણીવાર તો મજબુરી પણ આવી જાય છતાં તે બેકાર બનવાનું પસંદ કરે છે પણ નાના કામને અપનાવતા નથી. જો કે જામનગરમાં આનાથી વિરુદ્ધનું એક ઉદાહરણ જોવા મળ્યુ છે. જામનગરમાં એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ એક યુવક આજે ગાંઠીયાની લારી ચલાવે છે. એટલુ જ નહીં આ લારીથી આજે તે સારી એવી આવક મેળવી રહ્યો છે.

Gujarat CM Bhupendra Patel to attend RSS meet today in Ahmedabad | TV9News

શું Power Bank ખરેખર ફોનને નુકસાન પહોંચાડે છે?
Lizard Falling: ગરોળીનું શરીર પર પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો
આજનું રાશિફળ તારીખ : 27-03-2025
IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

કોરોના અને લોકડાઉનના કારણે અનેક યુવાનો સપના, રોજગારી, નોકરી, છીનવી. અનેક યુવાનો કપરા સમયમાં હતાશ થયા તો કેટલાક યુવાનોએ સંઘર્ષ સાથે કપરા સમયનો સામનો કરી નવો પંથ અપનાવ્યો. કેટલાક નિરાશ પણ થયા તો કેટલાક સફળતા તરફ આગળ વધ્યા. જો કે આપણે એક વાત એવા એન્જિનીયર યુવકની વાત કરવાના છીએ, જેણે કપરા સમયમાં હતાશ થવાના સ્થાને નાનું કામ અપનાવી સફળ થવાનો નિર્ણય લીધો.

જામનગરના સ્મિત મહેતાએ એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારી નોકરી પણ મેળવી હતી. પરંતુ કોરોનાનો કપરો સમય હજારો યુવાનોની જેમ તેની પણ નોકરી છીનવી ગયો. ત્યારે બેરોજગાર બનેલા યુવાન પાસે લોકડાઉનના સમયમાં નોકરી માટે કોઈ આશા ના હતી. તેથી આ સમયને અનુરૂપ સ્મિતે ફરસાણની દુકાનમાં છ માસ સુધી કામ શીખવા માટે નોકરી કરી અને બાદમાં ગાંઠીયા બનાવવાની આવડત કેળવી. હવે તે પોતે વિકાસગૃહ રોડ પર ગાંઠીયા ઝોન નામે પોતાની લારી ચલાવે છે. હવે ગાંઠીયા બનાવવાના વ્યવસાયમાં સફળતા અને સારી આવક મળતા સ્મિતે નોકરી કરવાની ઈચ્છા જ છોડી દીધી છે અને હંમેશા માટે ગાંઠીયાનો વેપાર કરવાની નેમ લીધી છે.

હાલમાં સ્મિત વહેલી સવારે ગાંઠીયાની લારીમાં ગાંઠીયા બનાવીને સારી કમાણી છે. માત્ર બેથી ત્રણ કલાક કામ કરીને જ સ્મિત એક એન્જિનીયરની નોકરી કરતા યુવક કરતા પણ સારી કમાણી મેળવે છે. તેની લારીમાં તેના પિતા પણ તેને મદદરૂપ થાય છે. સ્મિતે આજે ગાંઠીયાની લારી કરીને સફળતા મેળવીને બતાવી દીધુ કે કોઈ કામ નાનુ નથી હોતુ. આજે તેની આવડત અને હિંમતને લોકો પણ આવકારે છે. સ્મિત અન્ય યુવાનો માટે પણ પ્રેરણારુપ બન્યો છે.

આ પણ વાંચો- Ahmedabad: કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌની નજર

આ પણ વાંચો- Ahmedabad: ધોળકાના ચંડીસર ગામમાં નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન

Published On - 11:30 am, Sun, 13 March 22