ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, જામનગરમાં 5.40 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો

|

Jun 19, 2022 | 12:42 PM

જામનગરમાં (jamnagar) ખીજડીયા બાયપાસ રોડ નજીકથી 5.40 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાતા પોલીસ દોડતી થઈ છે.

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, જામનગરમાં 5.40 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો
5.40 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ડ્રગ્સનો (Drugs) કાળો કારોબાર હવે સામાન્ય બની ગયો હોય તેવુ લાગી રહ્યું છે.જામનગરમાં (jamnagar) ખીજડીયા બાયપાસ રોડ નજીકથી 5.40 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો છે.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાતા પોલીસ (jamnagar Police) પણ દોડતી થઈ છે.હાલ  SOGએ ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અગાઉ ભારતમાંથી વિદેશમાં થતી ડ્રગ્સ (Drugs) ની હેરાફેરીનો અમદાવાદ (Ahmedabad) ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઈન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી હતી. કરોડો રૂપિયાના કેટામાઈન હાઈડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગથી જપ્ત કરવામાં આવ્યું હતુ. સાથે જ ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની પણ ધરપકડ કરવામાં આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મરીમસાલાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર

મરીમસાલાની આડમાં ડ્રગ્સ છૂપાવી શાહીબાગમાં આવેલી કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલ મુંબઈથી USA મોકલવાનું હતું. જો કે, તે પહેલા ક્રાઈમ બ્રાંચ (Crime Branch) અને કસ્ટમ વિભાગને માહિતી મળતા પાર્સલને FSLમાં મોકલવામાં આવ્યું. FSLના પ્રાથમિક રિપોર્ટમાં કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડ ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. તેના આધારે પોલીસે પાર્સલ મોકલનાર નવસારીના શખ્સની પૂછપરછ કરી. તેમાં રાજસ્થાનના પુષ્કરમાં રહેતા સોનુ ગોયલનું નામ બહાર આવ્યું.

સોનુએ જ નવસારીમાં રહેતા તેના મિત્રને પાર્સલ USA મોકલવા કહ્યું હતું. સોનુના કહેવા મુજબ નવસારીના શખ્સે આ પાર્સલને નવસારીની પાર્સલ કસ્ટમ ઓફિસમાં મોકલ્યું હતું. પરંતુ, વિદેશ જતું પાર્સલ અમદાવાદમાં કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસથી જાય છે. તે મુજબ, નવસારીથી પાર્સલ અમદાવાદ આવતા ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.

Next Article