ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં રચાશે ઈતિહાસ, 5 હજાર યુવાનો અનોખી રીતે વીરોને આપશે શ્રદ્ધાંજલિ

|

Aug 17, 2022 | 12:18 PM

સૌરાષ્ટ્રમાં (Saurashtra) આવેલા ભુચર મોરીના મેદાનમાં દર વર્ષે શ્રાવણ માસની સાતમના દિવસે વિશેષ કાર્યકમો યોજાય છે. આ વખતે શહીદવીરોને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપવામાં આવશે.

ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં રચાશે ઈતિહાસ, 5 હજાર યુવાનો અનોખી રીતે વીરોને આપશે શ્રદ્ધાંજલિ
Historic Bhuchar Mori ground

Follow us on

સૌરાષ્ટ્રની (Saurashtra) ધરતી પર અનેક યુધ્ધ થયા છે. જેમાં જામનગર (Jamnagar) જીલ્લાના ધ્રોલ પાસે આવેલુ ભૂચર મોરીના મેદાનમાં થયેલા યુધ્ધને (Bhuchar Mori battle) ઈતિહાસવિદોએ ‘સૌરાષ્ટ્રના પાણીપત’ની ઉપમા આપી છે. સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું આ યુધ્ધ થયુ હતુ. આ યુધ્ધ કોઈ સત્તા મેળવવા, કબજો મેળવવા કે અન્ય કોઈ કારણે નહી પરંતુ પોતના શરણે આવેલા વ્યકિતના રક્ષણ માટે થયુ હતુ. જેમાં હજારો વીરો શહીદ થયા હતા. દર વર્ષે શ્રાવણ માસની સાતમના (Shitla Satam) દિવસે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, ત્યારે આ વખતે અનોખી રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

અખિલ ગુજરાત યુવા સંધ દ્વારા આયોજન

ભૂચરમોરીના મેદાનમાં ઐતિહાસિક દિવસે રાજપુત સમાજના યુવાનો દ્રારા તલવાર રાસ (Talvar Ras) રમીને વધુ એક ઈતિહાસ નોંધાશે.18 ઓગષ્ટના રોજ 5000 થી વધુ યુવાનો તલવાર રાસ રમી શહીદવીરોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જે માટે છેલ્લા એક માસથી આયોજકો દ્રારા તૈયારી કરવામાં આવી રહી છે. રાજયના 17 જીલ્લામાંથી રાજપુત સમાજના 5000 કરતા વધુ યુવાનો એક સાથે એક તાલે તલવાર રાસ રમશે.તમને જણાવી દઈએ કે, છેલ્લા 30 વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી (Bhuchar Mori ) શહીદ સ્મારક ટ્રસ્ટ દ્રારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનુ આયોજન કરવામાં આવે છે. આ વખતે વિશિષ્ટ કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5000થી વધુ યુવાનો તલવારબાજી કરીને એક નવો રેકોર્ડ બનાવશે. એટલું જ નહીં સાથે અશ્વદોડ સ્પર્ધા યોજાશે. જે માટેની તૈયારીઓ અખિલ ગુજરાત યુવા સંધ દ્વારા કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રના પાણીપતના યુદ્ધનો ગૌરવી ઈતિહાસ

ભૂચર મોરીના યુદ્ધના ઈતિહાસની વાત કરીએ તો 1591માં આ યુદ્ધ નવાનગર સ્ટેટના (navanagar State) રાજવી અને મિર્ઝા અઝીઝ કોકાની સેના સામે થયુ હતુ. યુદ્ધમાં એક તરફ નવાનગર રજવાડાની કાઠિયાવાડની સેના અને બીજી તરફ મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય હતુ. ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફરશાહ ત્રીજાને બચાવવા માટે આ યુદ્ધ થયુ હતુ.જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું (Jam Sataji) શરણ લીધું હતુ. આ યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થઇ હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

બાદશાહ અકબરે મુઝફ્ફરશાહ ત્રીજોને પકડવા મીર્ઝા અજીઝ કોકાને જંગી લશ્કર સાથે મોકલ્યા હતા. તેમણે વિરમગામ પાસે છાવણી નાખી. જામ સતાજીને કહેણ મોકલ્યું કે, ‘રાજના દુશ્મનને સોંપી આપો.’ જામ સતાજીએ જવાબમાં કહ્યુ કે ‘તમારો શાહી ગુનેગાર અમારો શરણાગત છે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ રાજપૂતોનો ધર્મ છે. અમે કોઇ કાળે તમને નહીં સોંપીએ.’ આ જાણ્યા પછી અકબરે આગ્રાથી વઘુ સૈન્ય મોકલ્યુ.જામનગરને કબજે કરવા હુકમ કર્યો. યુદ્ધનું પરિણામ મુઘલ સૈન્યના પક્ષમાં આવ્યું હતુ.  1952ના શ્રાવણ વદ શિતળા સાતમ ને બુધવારના રોજ આ યુદ્ધ પૂર્ણ થયુ.તેથી સાતમના દિવસે અહીં વીર શહીદોને (martyrs) શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

Next Article