Jamnagar : બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનના 59 વર્ષ પુર્ણ, 60મા વર્ષમાં પ્રવેશ
પ્રેમભીક્ષુજી મહારાજએ આ અખંડ રામધૂનની શરૂઆત 1 ઓગષ્ટ 1964માં કરી હતી. જે પહેલા 1960માં અહી શનિ-રવિ 24 કલાકની અખંડ રામધૂન થતી હતી.
Jamnagar : જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ પાસે સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર (Bala Hanuman Temple) આવેલુ છે. જયાં અખંડ રામધૂન ચાલે છે. જેને આજે 59 વર્ષ પુર્ણ થયા છે અને 60મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂન ચાલે છે.
આ પણ વાંચો Jamnagar: દરેડ સરકારી શાળામાં ટીબી અને તમાકુ નિયંત્રણ રોગો અંગે યોજાયો જાગૃતિ કાર્યક્રમ
પ્રેમભીક્ષુજી મહારાજે અખંડ રામધૂનની શરૂઆત કરી હતી
પ્રેમભીક્ષુજી મહારાજએ આ અખંડ રામધૂનની શરૂઆત 1 ઓગષ્ટ 1964માં કરી હતી. જે પહેલા 1960માં અહી શનિ-રવિ 24 કલાકની અખંડ રામધૂન થતી હતી. તળાવની પાળે મોટું વડલાનું વૃક્ષ હતું, જયાં મંદિર બન્યું અને અખંડ રામધૂનની શરૂઆત થઈ છે. જેને આજે 59 વર્ષ પુર્ણ થયા છે. જામનગરની ધર્મપ્રેમી જનતાને મંદિર પ્રત્યે ખૂબ ભાવ હોવાથી તન, મન અને ધનથી સેવા કરી. રાત-દિવસ ચાલતા રામનામમાં હજારો લોકો જોડાય છે.
આફતો વચ્ચે પણ અખંડ રામધૂન
1964થી રામધૂનની શરૂઆત થઈ ત્યાર બાદ અનેક કુદરતી અને કૃત્રિમ આફતો વચ્ચે પણ રામધૂન અખંડ ચાલુ રહી. વાવાઝોડુ, ભૂકંપ, ભારે વરસાદ, કોરોના જેવી બીમારી વચ્ચે પણ રામધૂન ભકતો દ્વારા કરવામાં આવી. 1998માં વાવાઝોડુ, તાજેતરમાં બિપરજોય વાવાઝોડાની અસર વચ્ચે પણ આ મંદિરમાં રામનું નામ ગુંજતુ રહ્યુ છે. 2001માં આવેલા ભૂકંપ વખતે પણ રામનું નામ અખંડ ગુંજતુ રહ્યું છે. તો 2020માં કોરોનાકાળમાં પણ અખંડ રામધૂન ચાલુ રહી હતી.
ભક્તો સ્વેચ્છાએ જોડાય છે
અખંડ રામધૂનમાં શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન બોલવામાં આવે છે. જેમાં હાર્મોનીયમ, તબલા, કાસીયા સાથે કોઈ તાલીમ પામેલા કલાકારો નહી પરંતુ ભકતો સ્વેચ્છાએ પોતે જ વગાડીને રામધૂન બોલે છે.
મંદિરમાં સંગીતમય વાતાવરણમાં લોકો કલાકો વિતાવે છે
બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન બોલાય છે.જે સંગીતમય વાતાવરણમાં આવતા લોકોને મનની શાંતિ મળે છે. તો કેટલાક ભકતો નિયમિત મંદિરે અવશ્ય આવતા હોય છે. મંદિરમાં આવતા લોકોનું માનવુ છે કે અહીં આવવાથી દિવસનો થાક અને ચિંતા દુર થાય છે. દર્શન માત્રથી કે થોડી મિનીટો મંદિરમાં પ્રસાર કરવાથી પોતની વ્યથા ભુલીને રામધૂનમાં મગ્ન થાય છે. અને કલોકોનો સમય મંદિરમાં પ્રસાર કરે છે.
પ્રસાદ
બાલાહનુમાન મંદિરમા આવતા ભકતો પોતાની આસ્થા મુજબ પ્રસાદ ચડાવતા હોય છે. સાકર, સીંગ, પૈડા, નારીયળ, ફળ, ચડાવતા હોય છે. સાથે આકડાની માળા અને તેલ પણ ચડાવે છે. મંગળવાર અને શનિવારે ભક્તોની વધુ ભીડ હોય છે. તેમજ ખાસ તહેવારમાં બાલાહનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભકતો આવતા હોય છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો