Jamnagar: વિદ્યાર્થીઓની સમસ્યા હળવી કરવા, રવિવારની રજાના દિવસે સરકારી કચેરી ખુલી રહી

|

Jul 04, 2021 | 3:41 PM

છેલ્લા એક સપ્તાહથી દૈનિક 300થી વધુ પ્રમાણપત્ર કચેરીએ કાઢી આપવામાં આવે છે. જામનગર શહેર મામલતદારની કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં આ તમામ પ્રકારની રજાના દિવસે પર કરવામાં આવી.

Jamnagar: વિદ્યાર્થીઓની સમસ્યા હળવી કરવા, રવિવારની રજાના દિવસે સરકારી કચેરી ખુલી રહી
જામનગરમાં રવિવારની રજાના દિવસે પણ રોજબરોજની માફક ધમધમી કચેરીઓ

Follow us on

સામાન્ય રીતે ગુજરાતમાં રવિવારના દિવસે સરકારી કચેરીઓમાં રજા હોય છે. સરકારી કચેરીને લગતા કામ રજાના દિવસે થઈ શકતા નથી. સરકારી કચેરીઓ રજાના દિવસે ધમીધમી રહી હોવાના દ્રશ્યો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય એ સ્વાભાવિક છે. પરંતુ જામનગરમાં આજે રવિવારના દિવસે પણ સરકારી કચેરીઓ ચાલુ રહી. સરકારી કચેરી ચાલુ રાખવાનો આશ્ય  વિધાર્થીઓને પડતી મુશ્કેલી ઓછી કરવા માટેનો છે.

જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી જનસુવિધા કેન્દ્ર પર વિવિધ પ્રમાણપત્ર માટે અજરદારની લાંબી લાઈનો લાગે છે. જેને ધ્યાને લઈને રવિવારની રજાના દિવસે પણ, જનસુવિધા કેન્દ્રોની કચેરી કાર્યરત કરવાનો અધિકારીઓ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો. રજાના દિવસે પણ અરજદારોને પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી..

નવા શૈક્ષિણક વર્ષ માટે તેમજ અન્ય હેતુ માટે આવકના દાખલા, નોન કિમીલેયર, જાતિનો દાખલો, ડોમીસાઈલ વગેરે મેળવવા માટે મામલતદાર કચેરીએ જવુ પડતુ હોય છે. મોટા પ્રમાણમાં લોકો આવા દાખલાઓ લોકોને સમયસર મળી રહે તે માટે રવિવારની રજાના દિવસે પણ કચેરી કાર્યરત રાખવામાં આવી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

છેલ્લા એક સપ્તાહથી દૈનિક 300થી વધુ પ્રમાણપત્ર કચેરીએ કાઢી આપવામાં આવે છે. જામનગર શહેર મામલતદારની કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં આ તમામ પ્રકારની રજાના દિવસે પર કરવામાં આવી.

નવા શૈક્ષણિક વર્ષમાં વિધાર્થીઓ આવા પ્રમાણપત્રની જરૂરીયાત હોય. જેમને મુશકેલી ઓછી થાય તે માટે રજાના દિવસે સરકારી કર્મચારીઓ ફરજ બજાવી. સાથે મામલતદાર દ્રારા અપીલ કરવામાં આવી કે દાખલા કઢાવવા કે ફોર્મ મેળવવા માટે કોઈ બહારની વ્યકિત કે વચેટીયાનો સંપર્કના કરી વધારોનો ચાર્જ ના ચુકવવા જણાવ્યુ.

 

Next Article