JAMNAGAR : છેલ્લા 15 વર્ષથી સેવા માટે કાર્યરત મોક્ષ ફાઉન્ડેશન, 2010 બિનવારસી વ્યક્તિના કર્યા અંતિમ સંસ્કાર

|

Oct 07, 2021 | 6:18 PM

વિક્રમસિંહ ઝાલાની મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બીનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કારની સાથે અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં હોસ્પીટલને લગતી સેવાકીય કામગીરી હોય કે હોસ્પીટલમાં લોહીની જરૂરીયાત હોય, તે એમ્બ્યુલન્સની સેવા સહીતની કામગીરી નિસ્વાર્થભાવે સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

JAMNAGAR : છેલ્લા 15 વર્ષથી સેવા માટે કાર્યરત મોક્ષ ફાઉન્ડેશન, 2010 બિનવારસી વ્યક્તિના કર્યા અંતિમ સંસ્કાર
JAMNAGAR: Moksha Foundation working for the last 15 years, 2010 Funeral of an Inheritor

Follow us on

15 વર્ષમાં 2010 બીનવારસી વ્યકિતના અંતિસંસ્કાર સહિતની સેવાકીય પ્રવૃતિ કરતી જામનગરની મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા.

જામનગરની મોક્ષ ફાઉન્ડેશન નામની સંસ્થાથી સૌરાષ્ટ્રમાં કોઈ અજાણ નથી. જે સંસ્થા દ્વારા છેલ્લા 15 વર્ષથી અનોખી પ્રસંશનિય સેવાકીય પ્રવૃતિ કરે છે. બીનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કાર સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી મળી આવેલા બિનવારસુ મૃતદેહોના સંસ્થા દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, બાદ આવા તમામ મૃત્યુ પામનાર બિનવારસુ વ્યક્તિના જીવોના મોક્ષ અર્થે મોક્ષ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષ શાંતિ યજ્ઞનું કરવામાં આવે છે.

આજના ભાગદોડ અને હરિફાઈના યુગમાં વ્યકિત પોતના પરીવારજનો માટે પુરતો સમય મળી નથી શકતો. તેવા યુગમાં જામનગરની મોક્ષ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા પોતાનુ જીવન સેવા માટે સમર્પિત કર્યુ છે. મોક્ષ ફાઉન્ડેશન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલાએ 2006માં સ્મશાનમાં બીનવારસુ મૃતહેદનો જોયો. ત્યારથી આ માટે સેવા કરવાની નેમ લીધી અને રાત-દિવસ આવી સેવાકીય પ્રવૃતિ કાર્યરત કરી. જેમાં સેવાકીય પ્રવૃતિ એક મુહિમ બની અને અન્ય સેવાકીય લોકો જોડાયા આજે સંસ્થામાં 40 સેવાભાવી લોકો નિસ્વાર્થ ભાવે જોડાઈને નિષ્ઠાપુર્વક સેવા બજાવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2006થી ચાલુ થયેલી આ સેવાકીય પ્રવૃતિ હાલ પણ કાર્યરત છે. 15 વર્ષમાં સંસ્થા દ્વારા ધર્મ-જાતિના ભેદભાવ વગર 2010 બીનવારસુ મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. ચાલુ વર્ષમાં 70 બીનવારસુ મૃતદેહના અંતિમસંસ્કાર સંસ્થા દ્રારા કરવામાં આવ્યા. જેમાંથી 4 પાકિસ્તાનની નાગરીકોની અંતિમવિધી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2010 પૈકી 10 પાકિસ્તાની નાગરીકોની અંતિમવિધી સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

દર વર્ષે ભાદરવી અમાસના દિવસે શાંતિ યજ્ઞ યોજાયો છે. બિનવારસુ મૃતદેહોના સંસ્થા દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, બાદ આવા તમામ મૃત્યુ પામનાર બિનવારસુ વ્યક્તિના જીવોના મોક્ષ અર્થે મોક્ષ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષ શાંતિ યજ્ઞનું કરવામાં આવે છે. જે માટે બુધવારે ભાદરવી અમાસના દિવસે નાગેશ્વર મંદિર ખાતે શાંતિ યજ્ઞ કરવામાં આવ્યુ. જે બીનવારસુ વ્યકિતઓના અંતિમસંસ્કાર કર્યા હોય તેમને પોતાના પરીવાર માનીને તેમના મોક્ષાર્થે શાંતિયજ્ઞ કરવામાં આવે છે.

વિક્રમસિંહ ઝાલાની મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બીનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કારની સાથે અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં હોસ્પીટલને લગતી સેવાકીય કામગીરી હોય કે હોસ્પીટલમાં લોહીની જરૂરીયાત હોય, તે એમ્બ્યુલન્સની સેવા સહીતની કામગીરી નિસ્વાર્થભાવે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો કોરોના કાળમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યકિતની અંતિમવિધી સંસ્થા દ્રારા કરવામાં આવી હતી. રાત-દિવસ કરવમાં આવેલી સેવાકીય પ્રવૃતિ બદલ અનેક સંસ્થાઓ દ્વારા વિક્રમસિંહ ઝાલા અને તેમની સંસ્થાને બીરદાવીને સન્માનિત કરવામાં આવેલ છે.

મોક્ષ ફાઉન્ડેશન ના પ્રમુખ વિક્રમસિંહ ઝાલા, ઉપરાંત ટ્રસ્ટના હિતેશગિરી ગોસાઈ, ઘનશ્યામસિંહ રાઠોડ સહિતના હોદ્દેદારો સંસ્થાની સેવાકીય પ્રવૃતિ નિસ્વાર્થભાવે બજાવે છે.

Next Article