Jamnagar Corona Update : શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના થયો બેકાબુ

|

May 06, 2021 | 1:52 PM

જામનગરમાં (Jamnagar) કોરોના બેકાબુ થઇ ગયો છે. જામનગર શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના બેકાબુ થઇ ગયો છે. જામનગરમાં હાલ કોરોનાના દર્દીની સંખ્યા વધતા હોસ્પીટલ મોટાભાગની ફુલ થઈ છે.

Jamnagar Corona Update : શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના થયો બેકાબુ
જામનગર

Follow us on

જામનગરમાં (Jamnagar)  કોરોના બેકાબુ થઇ ગયો છે. જામનગર શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના બેકાબુ થઇ ગયો છે. જામનગરમાં હાલ કોરોનાના દર્દીની સંખ્યા વધતા હોસ્પીટલ મોટાભાગની ફુલ થઈ છે. જામનગરમાં છેલ્લા 22 દિવસથી હોસ્પીટલ ફુલ થતા કોરોનાના દર્દીને દાખલ થવા માટે મુશકેલી પડે છે. દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે. ત્યારે કેટલીક સંસ્થા દ્રારા કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.

કહી શકાય કે, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પર કાબુ મેળવવામાં તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે. તો કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા માટે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ કીટ ના હોવાની ફરિયાદ પણ ઉઠી છે.છેલ્લા 10 દિવસથી સરકારી ચોપડે જાહેર કરાયેલ આંકડા મુજબ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દૈનિક 300થી વધુ નોંધાઈ રહી છે. ખાનગી હોસ્પિટલ કે લેબમાં કરાતા ટેસ્ટનો આંકડા અલગ જોવા મળે છે.

જામનગરમાં શહેર વિસ્તારમાં વેકસીનનો પુરતો જથ્થો ના હોવાની ફરીયાદ ઉઠી હતી. સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુરતા પ્રમાણમાં વેકસીન ના મળતી હોવાની ફરીયાદો સામે આવી છે. જામનગર તાલુકાના સરપંચ મંડળ દ્રારા તાલુકાના 102 ગામમાં પુરતો પ્રમાણમાં વેકશીનનો જથ્થો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરપંચ મંડળ સભ્યો દ્રારા માંગ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જામનગરમાં શહેર વિસ્તારમાં વેકસીનનો પુરતો જથ્થો ના હોવાની ફરીયાદ ઉઠી હતી. સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુરતા પ્રમાણમાં વેકસીન ના મળતી હોવાની ફરીયાદો સામે આવી છે. જામનગર તાલુકાના સરપંચ મંડળ દ્રારા તાલુકાના 102 ગામમાં પુરતો પ્રમાણમાં વેકશીનનો જથ્થો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સરપંચ મંડળ સભ્યો દ્રારા માંગ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વેકસીનો પુરતો જથ્થો મળતો નથી. જે કારણે જેમને પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો ડોઝનો સમય થયો છે. તેવા લોકોને વેકસીનેશન સમયસર થાય તે માટે પુરતા પ્રમાણમાં વેકસીનનો જથ્થો આપવામાં આવે.પરંતુ જામનગરમાં વેકસિનનો જથ્થો પુરતો ના હોવાથી અનેક વેકસિન કેન્દ્ર બંધ કરવામાં આવ્યા. તો ટેસ્ટ માટેની કીટ પણ પુરતી ના હોવાથી ટેસ્ટ કરવા આવતાને ધકકા થઈ રહ્યા છે સાથે પરેશાન થઈ રહ્યા છે.

હાલ જામનગરમાં 18થી વધુ નહી ઉમરના લોકો જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ હોય તેમજ વેકસિન મળી શકે છે. હાલ સુધી જે 45 થી વધુ ઉમરના લોકોને સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેકસિન મળી શકતુ પરંતુ હાલ પુરતો જથ્થો ના હોવાથી અનેક વેકસિનેશન કેન્દ્ર પર આ કામગીરી બંધ કરવામાં આવી છે. આમ છતા અધિકારી સબસલામતનો દાવો કરે છે.

Next Article