JAMNAGAR : પુરપીડીતોની મદદે આવ્યું વિદ્યાર્થીઓનું ગ્રુપ, જરૂરિયાત મંદોને કપડા અને ઘરવખરી સહિતની સામ્રગીઓ અપાઇ

|

Sep 18, 2021 | 4:33 PM

જામનગરમાં થોડા દિવસ પહેલા આવેલા પુરના કારણે અનેક લોકોએ પોતાની ઘરવખરી ગુમાવી, તો અનેક લોકોએ ઘર ગુમાવ્યા છે. તેવી સ્થિતીમાં પુરપીડીતને મદદ કરવા માટે જામનગરના યુવાનોએ પહેલ કરી હતી.

JAMNAGAR : પુરપીડીતોની મદદે આવ્યું વિદ્યાર્થીઓનું ગ્રુપ, જરૂરિયાત મંદોને કપડા અને ઘરવખરી સહિતની સામ્રગીઓ અપાઇ
JAMNAGAR: A group of students came to the aid of the victims, the needy were given clothes and household items.

Follow us on

જામનગરમાં થોડા દિવસ પહેલા આવેલા પુરના કારણે અનેક લોકોએ પોતાની ઘરવખરી ગુમાવી, તો અનેક લોકોએ ઘર ગુમાવ્યા છે. તેવી સ્થિતીમાં પુરપીડીતને મદદ કરવા માટે જામનગરના યુવાનોએ પહેલ કરી હતી. જામનગરના હ્મુમેનીટી ગ્રુપ દ્વારા યુવાનોની ટીમ તૈયાર કરીને જરૂરીયાતમંદોની મદદ કરવામાં આવે છે. પુરપીડીતો માટે કપડા એકઠા કરીને પુરપીડીતોને પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલ છે. જે માટે વિધાર્થીઓને મદદની અપીલ કરતા વિધાર્થીઓએ સેવાયજ્ઞમાં જોડાયા.

હ્મુમેનીટી ગ્રુપના યુવાનો દ્વારા આશરે 15 હજારથી વધું કપડા એકઠા કરીને અલીયાબાડા, ધુંવાવ, હડીયાણા સહીતના ગામોમાં પહોંચાડવામાં આવ્યા હતા. ફરી પુરપીડીતોની મદદ માટે શ્રી.એલ.જી. હરીયા કોલેજને શિક્ષકો અને વિધાર્થીઓને અપીલ કરી હતી.

સેવાયજ્ઞમાં શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ જોડાયા અને શકય તમામ મદદ કરવાની નેમ ઉઠાવી. શાળાના કુલ 100 લોકોનો સ્ટાફ અને અંદાજે 1800 વિધાર્થીઓ દ્વારા કપડા એકઠા કરવામાં આવ્યા.
જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી કે સોસાયટીમાંથી કપડા એકઠા કરીને એકત્ર કર્યા. જે હાલ સુધીમાં 5 હજારથી વધુ કપડા એકઠા થયા છે. જેને અલગ પાડીને જેતે પુરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરાશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વિધાર્થીઓને પુરપીડીતા માટે મદદ કરવાની અપીલ કરતાની સાથે નાના ભુલકાઓ, આસપાસ અને રહેણાક વિસ્તારોમાંથી લોકોને અપીલ કરીને દરેક વિધાર્થીઓ પોતાની રીતે કોઈને કોઈ મદદ કરી. અને પહેરવાના કપડા, ચાદર, પાણી સહીતની સામગ્રી એકઠી કરી. અને પુરપીડીતોને મદદ કરવા બાળકોને પહેલ કરી છે.

ખાનગી શાળાને યુવાનોના સેવાયજ્ઞને બીરદાવીને તેમને પ્રોત્સાહીત કર્યા. સાથે તેમના સેવાયજ્ઞમાં સહભાગી બન્યા. સાથે બાળકોને પણ પુરની સ્થિતી વિશે જાણકારી આપી જરૂરીયાતમંદોને મદદ કરવા માટે અપીલ કરી હતી. એક સાથે મોટી સંખ્યામા વિધાર્થીઓ મદદ દોડી આવતા મોટીમાત્રામાં સામાગ્રીઓ એકઠી થઈ.

નોંધનીય છેકે જામનગરમાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે. અને, કેટલાક ગામોમાં તો મકાન અને ઘરવખરીની સામ્રગી બગડી ગઇ છે. ત્યારે આવા ગામોમાં જરૂરી મદદ પહોંચાડાવાનું કાર્ય આ વિદ્યાર્થીઓના ગ્રુપે હાથ ધર્યું છે. જે ખરેખર પ્રશંસનીય કામગીરી કહી શકાય. ત્યારે આ અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ હાલ સેવાકાર્યમાં જોડાઇ છે.

આ પણ વાંચો : Punjab Congress Crisis : શું પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે ? કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળી રાજીનામું આપી શકે છે !

Next Article