AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : હોસ્પિટલો ફુલ થઇ જતા શાળામાં જ શરૂ કરાયો 100 બેડનો ઓઇસોલેશન વોર્ડ

100 બેડની સુવિધા સાથે આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓને તબીબી સવલત મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી.

Jamnagar : હોસ્પિટલો ફુલ થઇ જતા શાળામાં જ શરૂ કરાયો 100 બેડનો ઓઇસોલેશન વોર્ડ
ફાઇલ ફોટો
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 27, 2021 | 6:06 PM
Share

હાલ સૌરાષ્ટ્રની મોટાભાગની હોસ્પીટલ ફુલ થઈ છે. ત્યારે દર્દીને ઓકસીજન સાથેની સારવાર મળી રહે તેવા હેતુથી જામનગરમાં આઈસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે. 100 બેડની સુવિધા સાથે આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓને તબીબી સવલત મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી.

કોરોના બેકાબુ બનતા સૌરાષ્ટ્ર ભરની હોસ્પીટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જામનગરની હોસ્પીટલ ફુલ હોવાથી 100 બેડનું આઈસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ. શહેરમાં ખોજાનાકા પાસે આવેલી નગર પાલિકાની શાળા નંબર 26માં આઈસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે. જામનગર મહાનગર પાલિકાના પુર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી દ્રારા લોકોને તબીબી સારવાર, ઓકસીજન, ખાટલો, દવા સહીતની સવલતો મળે તે માટે આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે.

આ આઈસોલેશન સેન્ટરમાં બેડ, ઓકસીજનના બાટલા, દવા, ફળ, ઉકાળા, ભોજન સહીતની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ માટે 20 લોકોનો નસીંગ સ્ટાફ રાઉન્ડ ધ કલોક તૈનાત કરવામાં આવ્યા છે. સાથે 3 નિષ્ણાંત તબીબો અહી સેવા આપશે. તેમજ 100 જેટલા સ્વયંસેવકો જરૂરી સેવા આપે છે. આઈસોલેશન સેન્ટર માટે નગર પાલિકાએ સ્કૂલની જગ્યા આપી. હાલ સુધી જે સ્કૂલમાં બાળકોને ભણવા દાખલ કરતા ત્યાં દર્દીઓને દાખલ કરવામાં આવે છે. સ્કૂલની બીલ્ડીંગમાં સેવાકીય પ્રવૃતિનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. આ જ પ્રકાર અન્ય દાતા, પ્રતિનિધી, રાજકીય આગેવાનો આવા સેન્ટરો કાર્યરત કરે હોસ્પીટલની બહાર એમ્બ્યુલસની કતાર ઘટી શકે. અને દર્દીઓને સમયસર ખાટલા અને બાટલા સાથેની સારવાર મળી શકે.

હાલમાં ગુજરાત અને સમગ્ર દેશની જો વાત કરવામાં આવે તો કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેવી સ્થિતીમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછત જોવા મળી રહી છે. તેવામાં હવે સામાજીક સંસ્થાઓ અને લોકો જાતે જ કોરોનાના દર્દીઓ માટે વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે. ઓક્સિજન અને દવાની અછત વચ્ચે કેટલી સામાજીક સંસ્થાઓ લોકોની વ્હારે આવી રઇ છે.

કેટલીક સોસાયટીઓ પણ હાલની પરિસ્થિતીમાં આઇસોલેશન રૂમ તૈયાર કરી રહી છે તો કેટલીક સામાજીક સંસ્થાઓ દર્દી અને આઇસોલેશનમાં રહેલા તેમના પરિવાર માટે ટીફીન વ્યવસ્થા વગેરે જેવા કાર્યોમાં પડી છે. હાલમાં કોરોનાની મહામારી સામે આખો દેશ એકજૂટ થઇને લડી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">