રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો,બલરામ મીણાને અપાઇ ભાવભીની વિદાય

|

Apr 04, 2022 | 5:45 PM

બલરામ મીણાની (Balram Meena)રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા તેને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો,બલરામ મીણાને અપાઇ ભાવભીની વિદાય
Jaipal Singh Rathore takes charge as Rajkot district police chief, bals farewell to Balram Meena (જયપાલસિંહ રાઠોડ)

Follow us on

Rajkot : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં  (IPS)આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા (District Police Chief)તરીકે ભાવનગરના (Bhavnagar) એસપી (SP) જયપાલસિંહ રાઠોડની (Jaipal Singh Rathore) નિમણૂંક કરવામાં આવી છે. આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો હતો. એસપી બલરામ મીણાએ (Balram Meena) જયપાલસિંહને આવકાર્યા હતા અને તેમનું બુકે આપીને સ્વાગત કર્યું હતું, જયપાલસિંહને ચાર્જ સોંપીને બલરામ મીણા દાહોદ(DAHOD) એસપી તરીકેનો ચાર્જ સંભાળવા પહોંચ્યા હતા.

બલરામ મીણાને આપી ભાવભીની વિદાય

બલરામ મીણાની (Balram Meena)રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા તેને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. અને બલરામ મીણાની કારને શણગારીને રથની જેમ ખેંચવામાં આવી હતી.બલરામ મીણાએ રાજકોટનો આભાર માન્યો હતો અને પોલીસને સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

રાજકોટ ડીસીપી મનોહરસિંહ જાડેજાની બદલી

રાજકોટ ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાની (Manohar Singh Jadeja)ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના એસપી તરીકે બદલી કરવામાં આવી છે.મનોહરસિંહ જાડેજા રાજકોટમાં એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા.મનોહરસિંહ જાડેજા આજે ચાર્જ છોડીને ગીર સોમનાથના એસપી તરીકે ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :Gandhinagar: વિદ્યાસહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવી, સચિવાલય બહાર વિદ્યાસહાયકોનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : Kheda : વડતાલમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પક્ષીઓ માટે 5000 પાણીના કુંડા અને માળાનું વિતરણ

Next Article