જાગૃત નાગરિકે મોરચો ખોલ્યો, ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નિગમમાં ભરપાઈનો ગેરવહીવટ કરી રૂ.25.86 કરોડનું દેવું ઉભું કર્યાનો આક્ષેપ

|

Dec 07, 2020 | 5:06 PM

ભરૂચ નગરપાલિકાના માથે નર્મદા નિગમનું રૂ. 25.86 કરોડનું દેવું હોવાના આક્ષેપ ભરૂચના એક જાગૃત નાગરિકે કર્યા છે. પાણી વેરો ઉઘરાવ્યો હોવા છતાં નગરપાલિકા દ્વારા નાણા ભરપાઈ ન કરવામાં આવ્યા હોવાનો નિવૃત્ત ઈજનેર અને જાગૃત નાગરિક બિપીનચંદ્ર જગદીશ વાળા દ્વારા આક્ષેપ કરાયો છે તો આક્ષેપ સામે પાલિકાએ ભરૂચ નગરપાલિકાની પાણીની આવક કરતા તેનો ખર્ચ વધારે હોવાથી […]

જાગૃત નાગરિકે મોરચો ખોલ્યો, ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નિગમમાં ભરપાઈનો ગેરવહીવટ કરી રૂ.25.86 કરોડનું દેવું ઉભું કર્યાનો આક્ષેપ

Follow us on

ભરૂચ નગરપાલિકાના માથે નર્મદા નિગમનું રૂ. 25.86 કરોડનું દેવું હોવાના આક્ષેપ ભરૂચના એક જાગૃત નાગરિકે કર્યા છે. પાણી વેરો ઉઘરાવ્યો હોવા છતાં નગરપાલિકા દ્વારા નાણા ભરપાઈ ન કરવામાં આવ્યા હોવાનો નિવૃત્ત ઈજનેર અને જાગૃત નાગરિક બિપીનચંદ્ર જગદીશ વાળા દ્વારા આક્ષેપ કરાયો છે તો આક્ષેપ સામે પાલિકાએ ભરૂચ નગરપાલિકાની પાણીની આવક કરતા તેનો ખર્ચ વધારે હોવાથી દેવું હોવાનો બચાવ કર્યો હતો.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભરૂચ નગરના એક જાગૃત નાગરિક બિપીનચંદ્ર જગદીશવાલાએ ભરૂચ નગરપાલિકા ઉપર આક્ષેપ કર્યા છે. તેઓના જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષે રૂ. 900 પાણીનો વેરો વસુલવામાં આવે છે. પરંતુ ભરૂચ નગરપાલિકાને જ્યાંથી પાણી પુરવઠો મળી રહ્યો છે, તેવી નર્મદા નિગમને નાણાની ભરપાઈ જ નથી કરવામાં આવી. હાલ સુધીમાં નર્મદા નિગમને જુન 2016 થી રૂ. 25.86 કરોડનું ચુકવણું બાકી છે. ત્યારે આગામી સમયમાં જો નર્મદા નિગમ પાણી આપવાનું બંધ કરી દે તો સમગ્ર ભરૂચ વાસીઓએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિવાદિત મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ બચાવ કરતા જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકાની પાણીની આવક કરતા તેનો ખર્ચ વધારે છે. નગરપાલિકાની પાણીની આવક 29 લાખ છે. જયારે તેની સામે ખર્ચ 83 લાખ છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે નગરપાલિકા આગામી દિવસમાં પ્રદુષિત પાણીને સ્વચ્છ કરી ઉદ્યોગોને આપવા માટેના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેના કારણે આવક ઉભી કરી નગરપાલિકા પ્રશ્નનું નિરાકરણ લાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article