
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકો કેળાની ખેતી માટે ખુબ જાણીતો છે અને તેના પાણેથા અને આસપાસના વિસ્તારમાંથી મોટાપાયે કેળાની દેશ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આ વિસ્તારના અનેક ખેડૂતોને આવકવેરા વિભાગની નોટિસ મળી છે. કરચોરી બાબતે શંકાના દાયરામાં લઈ આવકવેરા વિભાગ દ્વારા નોટિસ ફટકારી છે. જેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO: કેશોદમાં કમોસમી વરસાદ ખાબક્યો, માર્કેટ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળ્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આયકર વિભાગ તરફથી ખેડૂતોના એકાઉન્ટની માહિતી મેળવી નોટિસો આપવામાં આવી રહી છે જે એક હેરાનગતિ સમાન છે. આયકર વિભાગમાં નોટિસ મેળવનારા લોકો દ્વારા તેઓ ખેડૂત હોવાના અને આર્થિક વ્યવહારોના પુરાવા રજુ કરવા છતાં પણ વારંવાર તેડું મોકલી પરેશાન કરવામાં આવી રહ્યા છે.