અરબી સમુદ્રમાંથી 7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

અરબી સમુદ્રમાંથી 7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

| Edited By: | Updated on: Nov 07, 2025 | 5:30 PM

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી, પાકિસ્તાને બળજબરી પૂર્વક ભારતના 7 માછીમારો અને તેમની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. હાલમાં આ સાતેય માછીમારો પાકિસ્તાનના કબજામા હોવાનું સૂત્રોએ કહ્યું છે. જો કે, આ ઘટના અંગે ભારતની કોઈ પણ એજન્સી સત્તાવાર રીતે કાંઈ પણ કહેવા તૈયાર નથી.

અરબી સમુદ્રમાં માછીમારી કરતા ભારતીય માછીમારોને પાકિસતાનની મરિન એજન્સીના જવાનોએ બંદૂકના નાળચે અપહરણ કર્યું છે. માત્ર માછીમારો જ નહીં માછીમારીના ઉપયોગમાં લેવાતી બોટને પણ પાકિસ્તાનના રેન્જર્સ તેમની સાથે ળઈ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બોટમાં આશરે 7 ભારતીય ખલાસીઓ સવાર હતા. પાકિસ્તાનની એજ્સી PMSA દ્વારા ભારતીય માછીમારોને પકડીને પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની શંકા સેવાઈ રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, દરિયામાં માછીમારી કરતી ભારતીય બોટ ઉપર પાકિસ્તાની એજન્સી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ વાત વહેતી થઈ છે. ભારતીય એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ ઘટના અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ બોટનુ નામ નર નારાયણ હોવાનું અને મઢવાડની હોવાનુ તેમજ તેનો રજીસ્ટ્રેશન નંબર IND-GJ-32-MM-591 હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ દરિયાકાંઠે પ્રિ વેડિંગ શુટ ચાલતુ હતુ, એકાએક મોજૂ આવ્યુ, યુવતીને દરિયામાં તાણી ગયું, જુઓ વીડિયો

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Nov 07, 2025 05:03 PM