
પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 7 મેના રોજ 244 જિલ્લાઓમાં સાયરન વાગશે તેવી માહિતી આપી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ રીતે કેટલાક સ્થળે સાયરન વાગશે. આ કવાયતનો ઉદ્દેશ્ય નાગરિકોને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા અને નાગરિક સંરક્ષણ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપવાનો છે, જે પરથી લાગી રહ્યુ છે કે જાણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની તૈયારી થઇ રહી છે.
પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 7 મેના રોજ 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. આ કવાયતનો ઉદ્દેશ્ય નાગરિકોને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા અને નાગરિક સંરક્ષણ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપવાનો છે. આ કવાયતમાં, નાગરિકોને હુમલા દરમિયાન સુરક્ષિત રહેવાની તાલીમ આપવામાં આવશે. 1971 પછી આ ભારતની પહેલી મોટી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ છે.
પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોક ડ્રીલ કરવા માટે આદેશો જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનું આયોજન 7 મે એટલે કે આવતીકાલે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, નાગરિકોને હુમલા દરમિયાન બચવા માટે તાલીમ આપવામાં આવશે. આ મોક ડ્રીલ 244 ઓળખાયેલા જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. તેનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારીઓ કરવાનો છે. દેશમાં છેલ્લી મોકડ્રીલ 1971 માં યોજાઈ હતી.
7 મેના રોજ યોજાનારી મોકડ્રિલને લઈને આજના દિવસે કેન્દ્રીય ગૃહ સચિવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સની બેઠક કરશે, જેમાં ગુજરાત તરફથી CS પંકજ જોશી, DG વિકાસ સહાય, IPS મનોજ અગ્રવાલ (મોકડ્રિલ ઇનચાર્જ), અને ACS હોમ મનોજ દાસ જોડાશે, જ્યારે સરહદી જિલ્લાઓના કલેક્ટરો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે; બેઠક બાદ રાજ્યમાં યોજાનારી મોકડ્રિલ માટેની રૂપરેખા જાહેર કરવામાં આવશે.
આ મોક ડ્રીલ 244 નાગરિક સંરક્ષણ જિલ્લામાં યોજાશે. ૧૯૬૨માં કટોકટીની ઘોષણા થઈ ત્યાં સુધી, સરકારની નાગરિક સંરક્ષણ નીતિ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાગરિક સંરક્ષણ પગલાંની જરૂરિયાત વિશે સંવેદનશીલ બનાવવા અને તેમને તત્કાલીન કટોકટી રાહત સંગઠન યોજના હેઠળ મુખ્ય શહેરો અને નગરો માટે નાગરિક સંરક્ષણ કાગળ યોજનાઓ તૈયાર કરવા કહેવા સુધી મર્યાદિત હતી. ત્યારબાદ, મે 1968માં સંસદ દ્વારા નાગરિક સંરક્ષણ અધિનિયમ 1968 પસાર કરવામાં આવ્યો.
ગુજરાતમાં 15 જિલ્લામાં આ મોકડ્રીલ યોજવામાં આવશે. વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, દ્વારકા , જામનગર, કચ્છ, મહેસાણા, ભાવનગર, ભરૂચ, ગાંધીનગર, નર્મદા, નવસારીમાં, ડાંગ જિલ્લામાં મોકડ્રીલ યોજવામાં આવશે.
Published On - 10:12 am, Tue, 6 May 25