કમોસમી વરસાદથી પાક નુકસાન માટે સહાયમાં ઓનલાઈન અરજીની સમય મર્યાદાનો વધારો

|

Jan 16, 2021 | 1:08 PM

ખેડૂતો માટે ખુશખબર આવી છે. રૂપાણી સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાયમાં ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. નુકસાન માટે સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા માટે વધુ 14 દિવસ મળ્ચા છે. આ માટે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ચર્ચા થઇ અને ત્યારબાદ સરકાર કોઈ નિર્ણય જાહેર કરાયો. મહત્વનું છે કે પાક નુકસાનની સહાય […]

કમોસમી વરસાદથી પાક નુકસાન માટે સહાયમાં ઓનલાઈન અરજીની સમય મર્યાદાનો વધારો

Follow us on

ખેડૂતો માટે ખુશખબર આવી છે. રૂપાણી સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાયમાં ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. નુકસાન માટે સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા માટે વધુ 14 દિવસ મળ્ચા છે. આ માટે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ચર્ચા થઇ અને ત્યારબાદ સરકાર કોઈ નિર્ણય જાહેર કરાયો. મહત્વનું છે કે પાક નુકસાનની સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી.

પરંતુ રાજ્યમાં હજુ પણ 26 લાખ ખેડૂતોના ફોર્મ ભરાયા નથી. અનેક જગ્યાએ ટેકનીકલ ખામી અને નેટ કનેક્ટીવિટી ન મળવાને કારણે લાખો ખેડૂતોના ફોર્મ હજુ સુધી ભરાયા નથી. ત્યારે સરકારે આ માટે 14 દિવસનો વધારો કર્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ 2020ની શરૂઆતની સાથે સરકારી કર્મચારી અને રાજ્યના 5 જિલ્લાઓ માટે ખૂશખબરઃ નાયબ મુખ્યપ્રધાનની જાહેરાતો

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું હોય કે ન થયું હોય તમામ ખેડૂતોને સહાય પેકેજનો લાભ મળશે. એક ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેવા 29 જિલ્લાના 9,416 ગામના 28.61 લાખ ખેડૂત ખાતેદારોને હેક્ટરદીઠ સરકાર 6,800 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં અંદાજે 2,481 કરોડ ચૂકવશે. સહાય મેળવવા માટે અત્યાર સુધી 30 લાખ 28 હજાર ખેડૂતોએ અરજી કરેલી છે જેમાંથી 8 લાખ 28 હજાર ખેડૂતોને ગયા સપ્તાહમાં સહાયની કુલ 617 કરોડની રકમ ચૂકવાઈ ગઈ છે અને બાકીના ખેડૂતોની ચૂકવણી આગામી ટૂંક સમયમાં મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 12:19 pm, Wed, 1 January 20

Next Article