લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું

લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું

| Edited By: | Updated on: Jan 16, 2026 | 4:25 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સામાન્ય રીતે ઈન્કમટેક્સ વિભાગ, કોઈના ઘરે, ઓફિસે, ગોડાઉન પર, ફેકટરી ટુંકમાં વ્યવસાયના સ્થળે દરોડા પાડતું હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તો આવકવેરા વિભાગે ટોલ પ્લાઝા પર તવાઈ બોલાવી છે.

આજે વહેલી સવારથી આઈટીના અધિકારીઓની વિવિધ ટીમોએ, સાબરકાંઠામાં દરોડા પાડ્યા છે. જેમાં એક ટીમે પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આવકવેરાના અધિકારીઓએ ટોલ પ્લાઝાની કચેરી સહિત સંલગ્ન સ્થળે તપાસ હાથ ધરી છે. કતપુર ટોલ પ્લાઝાની ઓફિસમાં પંદરથી વધુ આઈટી અધિકારીઓ અને કર્મચારીઓએ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી છે.

આઈટી કાર્યવાહી દરમિયાન પોલીસ સહિતના સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો. ટોલ પ્લાઝાના વ્યવહારોમાં બહુ મોટી આર્થિક ગરબડ હોવાની આશંકાના આધારે આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, ટોલ પ્લાઝાના સ્થળેથી કરચોરીને લગતા અનેક દસ્તાવેજી પુરાવાઓ ઊંડાણપૂર્વકની તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કતપુર ટોલ પ્લાઝા પર આવકની સામે બહુ ઓછો ટોલટેક્સ દર્શાવવામાં આવતો હતો. જો કે આવકવેરાના સૂત્રોએ જણાવ્યું હતું કે, સર્ચ કાર્યવાહી બાદ આઈટી દ્વારા વધુ કરચોરીની સંપૂર્ણ વિગતો જાહેર કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો