Jamnagar : શિયાળો(winter) શરૂ થતા સૌરાષ્ટ્રના(saurashtra) અનેક વિસ્તારોમા મોટી સંખ્યામા વિદેશી પક્ષીઓ(birds) આવતા હોય છે. અને શિયાળામા લાંબા સમય સુધી અહીના મહેમાન(guest) બને છે. ખાસ કરીને જામનગર(Jamnagar)મા મોટી સંખ્યામા અને નજીકથી પક્ષી શહેરની મધ્યમમા જોવા મળે છે.
જામનગરમાં શહેરની મધ્યમાં લાખોટા તળાવ આવેલુ છે. જે વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. શિયાળાની શરૂઆતથી હજારોની સંખ્યામા અનેક વિવિધ પક્ષીઓ અહીંના મહેમાન બને છે. ખાસ કરીને ઓસ્ટ્રેલીયાથી મોટી સંખ્યામા સીગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. તળાવ નજીક મોટી સંખ્યામા સીગલ પક્ષી જોવા મળે છે. પક્ષીપ્રેમીઓ આ વિદેશી મહેમાનોને નજીકથી અને મોટી સંખ્યામા નિહાળવવા દુર-દુરથી દોડી આવે છે. પક્ષીઓને વિવિધ અદાઓમા જોઈને પક્ષી પ્રેમીઓ ખુબજ ખુશ થાય છે. અને સ્થાનિક પક્ષીપ્રેમીઓ દરરોજ પક્ષીઓને જોવા આવે છે.
જામનગરમાં વિદેશી પક્ષીઓ આવે છે. તેનુ મુખ્ય કારણ છે અનેક વિધ પ્રતિકુળતાઓ અને પક્ષીઓને અનુરૂપ વાતાવરણ તેમજ પુરતા પ્રમાણમા ખોરાક મળે છે. અહીંનુ વાતાવરણ તેને અનુરૂપ હોય છે. તેમજ તળાવમાં નાની જીવાત, દેકડા, માછલા સહીતનો પુરતો ખોરાક મળી રહે છે. તેથી મોટી સંખ્યામાં અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. શહેરની મધ્યમાં માનવ વસાહત નજીક મોટી સંખ્યામા પક્ષી માત્ર જામનગરમાં જ જોવા મળે છે.
શહેરની મધ્યમાં રહેણાક વિસ્તાર નજીક સફેદ રંગના આ પક્ષીઓના સમુહથી દિવસભર તળાવ પાળે નજીક અનોખો નજારો જોવા મળે છે. ખાસ કરીને નાના બાળકોને આ પક્ષીઓને ખુબ નજીકથી નિહાળવા મળતા તેની સાથે રમતા જોવા મળે છે. તળાવના પાણીમાં એક સાથે જોવા મળતા ત્યાર બાદ એક સાથે સમુહમાં ઉડીને ફરી-ફરી એક જ સ્થળે આવતા તે જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. તો પક્ષીઓને પણ લોકો ખોરાક આપતા ચણ માટે અંહી જ દિવસનો વધુ સમય પ્રસાર કરે છે. દર વર્ષે આવતા આ પક્ષીઓ શહેરની અને તળાવની શોભામાં વધારો કરે છે.
અનેક અનુકુળતાઓ પક્ષીઓને જામનગર ખેંચી લાવે છે અને આ પક્ષીઓને નિહાળવા દુર-દુરથી લોકો અહીં દોડી આવે છે. અને દર વર્ષે મોટી સંખ્યમા આવતા પક્ષીઓ જામનગરની ઓળખ બની ગયા છે.
આ પણ વાંચો : જામનગરઃ જી.જી.હોસ્પીટલમાં 10 માસથી MRI મશીન બંધ હાલતમાં