Surat: ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ પણ કારીગરોની ઘટથી રવિવારે પણ કારખાના ચાલુ રાખવા પડી રહ્યા છે

|

Jun 26, 2021 | 2:49 PM

સુરતના હીરાબજારમાં ફરીવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હજી વતન ગયેલા કારીગરો પરત ફર્યા નથી જેના કારણે રવિવારે પણ કારખાના ચાલુ રાખવા પડી રહ્યા છે.

Surat: ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ પણ કારીગરોની ઘટથી રવિવારે પણ કારખાના ચાલુ રાખવા પડી રહ્યા છે
ડાયમંડ (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની સારી ડિમાન્ડ હોય છે. જેના કારણે સુરતના હીરાબજારમાં ફરીવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજી વતન ગયેલા કારીગરો પરત ફર્યા નથી. જેના કારણે સમય પર હીરાનું production મળી નથી રહ્યું. સુરતમાં અંદાજે બે લાખ જેટલાં કારીગરોની અછત જોવા મળી રહી છે.

અમેરિકા, હોંગકોંગમાં કોરોનાના કેસ ઘટી ગયા છે જેથી ત્યાં lockdown ઉઠાવી લેવામાં આવ્યું છે. જેના કારણે આ દેશોમાં હીરાની ડિમાન્ડ ફરી વધી છે અને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાયમંડ જ્વેલરીની પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ખુબ માંગ વધી છે. હાલ હીરાઉદ્યોગમાં તેજી આવી છે, પરંતુ કારીગરોની અછત હોવાથી હીરાના કારખાનેદારોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરત શહેરમાં અંદાજે 4 હજાર જેટલા નાના-મોટા હીરાના યુનિટો આવેલા છે. જેમાં અંદાજે 10 લાખથી પણ વધારે રત્ન કલાકારો જોડાયેલા છે. પરંતુ કોરોના અને લોકડાઉનમાં શહેરમાં રત્નકલાકારો વતન જતા રહ્યા હતા. જેમાંથી મોટાભાગના કારીગરો પરત ફર્યા નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હાલ સુરતમાં બે લાખ જેટલા કર્મચારીઓની ઘટ છે. તેના કારણે રવિવારે પણ કારખાના ચાલુ રાખવાની ફરજ પડી છે. મોટી હીરા કંપનીએ production સમયસર પૂરું કરવા માટે અને ચાર રવિવાર માંથી 3 રવિવાર અડધો દિવસ હીરાનું કારખાનું શરૂ રાખવું પડી રહ્યું છે.

ડાયમંડ એસો.ના નાનુભાઈ વેકરીયા જણાવી રહ્યા છે કે હાલ હીરાના કારખાનામાં તેજીનો માહોલ છે. પરંતુ શહેરમાં 20 ટકા ડાયમંડ વર્કરની અછત સર્જાઈ છે. જેના કારણે રવિવારે પણ હીરાના કારખાના શરૂ કરવા પડ્યા છે. અને પ્રોડક્શનને પહોંચી વળવા ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે.

 

આ પણ વાંચો: બ્રિજ શરૂ થયા પહેલાં નામકરણને લઈને માંગ, ડો. આંબેડકર બ્રિજ નામ નહીં અપાય તો ધરણાની ચીમકી

આ પણ વાંચો: Surat : માજી સરપંચની ખોટી સહી કરી 268 મિલ્કતની નામ ફેરબદલી કૌભાંડનો 7 વર્ષ બાદ પર્દાફાશ

Published On - 2:49 pm, Sat, 26 June 21

Next Article