બ્રિજ શરૂ થયા પહેલાં નામકરણને લઈને માંગ, ડો. આંબેડકર બ્રિજ નામ નહીં અપાય તો ધરણાની ચીમકી

સુરતના પાલ ઉમરા વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજના નામકરણને લઈને માંગ શરુ થઇ ગઈ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપવા સુરત બારપરા ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

બ્રિજ શરૂ થયા પહેલાં નામકરણને લઈને માંગ, ડો. આંબેડકર બ્રિજ નામ નહીં અપાય તો ધરણાની ચીમકી
પાલ ઉમરા બ્રિજને ડો.બાબાસાહેબ આંબેડકર નામ આપવા માંગ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 26, 2021 | 2:17 PM

સુરતના પાલ ઉમરા વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપવા સુરત બારપરા ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. બ્રિજના નામકરણ બાબતે દ્વારા કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆતો પણ કરવામાં આવી છે. જો દસ દિવસ સુધી આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાય તો ધરણા કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

સુરત બારપરા ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અલગ-અલગ 28 જેટલી સંસ્થાઓના આગેવાનો આ બાબતને સમર્થન આપી રહ્યા છે. ઉમરા પાલ પર તૈયાર થઇ રહેલ બ્રિજનું નામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાખવામાં આવે. આ માટે 4 ડિસેમ્બર, 2019 ના રોજ મહાનગર પાલિકા કમિશનરને વિવિધ સમાજની 28 સંસ્થાઓના લેટરપેડ સાથે દરેક સંસ્થાઓના આગેવાનોએ જે તે સમયના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને બ્રિજના નામકરણ માટે રજૂઆત કરી હતી. જેનો જવાબ આજદિન સુધી મળ્યો નથી.

હાલના સમયમાં બ્રિજનું સંપૂર્ણપણે કામ પૂર્ણ થવાની આરે છે. અત્યાર સુધીમાં ઉમરા ગામથી પાલ ગામને જોડતા બ્રિજનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામ આપવામાં આવે તે માટે અનેક સંસ્થાઓએ સહમતિ દર્શાવીને માંગણી કરી છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

તેને ધ્યાનમાં લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મનપા કમિશનરને આવેદનપત્ર આ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, ભારતના ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઓનલાઇન ઈમેલ દ્વારા રજૂઆત કરી હતી. પરંતુ હજુ કોઈ નિર્ણય લેવામાં નથી.

અન્ય એક આગેવાને જણાવ્યું હતું કે સુરત શહેરમાં તાપી નદી પર આશરે 14 જેટલા બ્રિજ બનાવવામાં આવ્યા છે. જે બ્રિજને રાષ્ટ્રના મહાન પુરુષો ના નામ આપીને નામકરણ કરવામાં આવ્યા છે. હાલ જે ઉમરા ગામ પાલ ગામને જોડતો બ્રિજ કાર્યરત છે તે બીજને ગણતંત્ર ઘડવૈયા અને માનવ અધિકાર માટે પોતાનું જીવન સમર્પિત કરી ચૂકેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપવામાં આવે તો સુરત શહેરે બાબાસાહેબનું એક ઋણ ચુકવ્યું છે એવું કહી શકાય. જો દસ દિવસ સુધી આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાય તો સમાજ દ્વારા બ્રિજ પાસે એક દિવસ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: Surat : માજી સરપંચની ખોટી સહી કરી 268 મિલ્કતની નામ ફેરબદલી કૌભાંડનો 7 વર્ષ બાદ પર્દાફાશ

આ પણ વાંચો: ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રેઈનકોટ અને છત્રીના બજારની સારી શરૂઆત, બોટલ છત્રી સૌથી વધુ ડિમાન્ડમાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">