મનપાની ચૂંટણી બાદ કોરોનાને લઈને રાહતના આંકડા: સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 97.37 %

|

Jun 15, 2021 | 4:41 PM

મહાનગરપાલિકા ચૂંટણી નું પરિણામ 23 ફેબ્રુઆરીએ આવ્યું હતું. તે પછીથી જ કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. છેક હવે જઈને કોરોનાને લઈને રાહતના આંકડા જોવા મળી રહ્યા છે.

મનપાની ચૂંટણી બાદ કોરોનાને લઈને રાહતના આંકડા: સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 97.37 %
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

મહાનગરપાલિકાની ચૂંટણી પછી અને વિધાનસભાની ચૂંટણીના પહેલા સુરતમાં કોરોનાનો રિકવરી રેટ અત્યાર સુધીમાં 97.37 ટકા થઈ ગયો છે. બીજી લહેર માં આ સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ છે.

જાહેર છે કે મહાનગરપાલિકા ચૂંટણી નું પરિણામ 23 ફેબ્રુઆરીએ આવ્યું હતું. તે પછીથી જ કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. માર્ચ-એપ્રિલમાં કેસ સૌથી ઝડપથી વધી રહ્યા હતા. ત્યારે એવો સમય પણ આવ્યો હતો કે હોસ્પીટલો પણ ફૂલ થઇ ગઇ હતી. અને મોતનું તાંડવ જોવા મળ્યું હતું.

હવે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી આવનારી છે જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ પહેલા 8 ફેબ્રુઆરી 2021 ના રોજ સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ 97.45 ટકા હતો. હવે કોરોનાના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. મોતની સંખ્યા પણ સતત ઘટી રહી છે. નવા દર્દીઓની સરખામણીમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવામાં રિકવરી રેટ 97.37 ટકા પહોંચવો તે સુરત માટે મોટી રાહત છે. કારણ કે દોઢ મહિના પહેલા સુરત ની હાલત એ રીતે ખરાબ થઈ ગઈ હતી કે એવું લાગતું હતું કે હવે રિકવરી રેટ વધવામાં ઘણા મહિનાઓ નીકળી જશે.

હવે લોકો ફરી એકવાર કોરોના ને ભૂલીને પૂર્વવત થઈ ગયા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સૌથી ઓછો રિકવરી રેટ 25 એપ્રિલ 2020 ના રોજ 77.55 ટકા હતો. ત્યારે નવા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1472 નોંધાઈ હતી. ત્યારે રિકવર થનારા દર્દીઓની સંખ્યા 1369 થઈ હતી 25 એપ્રિલ પછી રિકવરી રેટ ધીરે ધીરે વધ્યો છે. અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ 8 ફેબ્રુઆરી 2020 ના રોજ 97.45 ટકા નોંધાયો હતો.

અત્યાર સુધી સુરત શહેર અને જિલ્લામાં 1,42,268 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. આ ઉપરાંત મોતનો આંકડો પણ 2100 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી 1,38,636 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હવે 1942 એક્ટિવ દર્દીઓ છે.

 

આ પણ વાંચો: સુરતના આ માર્કેટની અદ્દભુત કામગીરી, જાણો કઈ રીતે કરે છે વરસાદી પાણીનો સંગ્રહ

આ પણ વાંચો: ગુજરાતની આ યુવતીએ અમેરિકામાં હાંસલ કરી એવી સિદ્ધી, કે તમને પણ જાણીને થશે ગર્વ

Next Article