Sabarkantha: પાટીલની હાજરીમાં કોંગ્રસના આગેવાનો અને પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે

| Edited By: | Updated on: Apr 05, 2022 | 10:33 AM

કોગ્રેસ લીડરશીપમાં વિખવાદને કારણે કોગ્રેસ આગેવાનો અસમંજસમાં છે. આનો લાભ ઉઠાવી ભાજપ મહત્વના સ્થાનિક નેતાઓને પોતાની તરફ આકર્ષી રહી છે. આથી સીઆર પાટીલની ઉત્તર ગુજરાતની મુલાકાત મહત્વની રહેશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) નજીક આવતા ભાજપ (BJP) એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આજે સાંજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાની બે દિવસની મુલાકાતે જવાના છે, જ્યાં પ્રાથમિક સભ્ય મહાકુંભ, દિવ્યાંગ સન્માન સમારોહ અને કાર્યકર્તા સમારોહમાં હાજરી આપશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સીઆર પાટીલની આ મુલાકાત દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી (Arvalli) જિલ્લાના કોંગ્રેસ (Congress) ના સહકારી આગેવાનો, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

નોંધનીય છે કે કોગ્રેસ લીડરશીપમાં વિખવાદને કારણે કોગ્રેસ આગેવાનો અસમંજસમાં છે. આનો લાભ ઉઠાવી ભાજપ મહત્વના સ્થાનિક નેતાઓને પોતાની તરફ આકર્ષી રહી છે. આથી સીઆર પાટીલની ઉત્તર ગુજરાતની મુલાકાત મહત્વની રહેશે.

ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓનો અગામી બે મહિનાનો કાર્યક્રમ નક્કી કરી દેવાયો છે ડે પ્રમાણે 5 એપ્રિલે સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ, 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિને પેજ સમિતિની બેઠકો અને ઘેર ઘેર પાર્ટીનો ધ્વજ લગાવવો તથા પહેલી મે ગુજરાત સ્થાપના દિને સ્વચ્છતા અભિયાન અને 1 થી 10 મે દરમિયાન પ્રાથમિક સંમેલનો યોજી બાઇક રેલી, સંતોની કાશીયાત્રા વગેરેના આયોજન કરવા સૂચના અપાઇ છે.

આ પણ વાંચોઃ કોરોનાકાળ બાદ રાજ્ય પહેલી વખત વેન્ટિલેટર મુક્ત બન્યું, કોરોનાના તમામ 67 દર્દીઓ સ્ટેબલ

આ પણ વાંચોઃ Surat : બોટોનિકલ ગાર્ડનમાં ગેરકાયદે કબજો કરનાર કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા સ્થાયી સમિતિ ચેરમેને કરી માંગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published on: Apr 05, 2022 10:31 AM