Gujarat Top News: રાજ્યમાં સરકારનો ઉજવણી કાર્યક્રમ કે શિક્ષણ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Aug 03, 2021 | 5:14 PM

રાજ્યની રૂપાણી સરકારના સફળ નેતૃત્વના 5 વર્ષની પુર્ણાહૂતિ નિમિત્તે આજે અન્નોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ જાહેર થયું,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં સરકારનો ઉજવણી કાર્યક્રમ કે શિક્ષણ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat brief News

Follow us on

1.દાહોદમાં PM MODIએ અન્નોત્સવનો પ્રારંભ કરાવ્યો, લાભાર્થીઓ સાથે કરી વાતચીત

રાજ્યની રૂપાણી સરકારના સફળ નેતૃત્વના 5 વર્ષની પુર્ણાહૂતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીનો આજે 3 ઓગષ્ટે ત્રીજો દિવસ છે. આજના દિવસને અન્નોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર ‘Work is worship’આ સૂત્રને વળગીને ગરીબ પરિવારો માટે હરહંમેશ કાર્યરત રહી છે. ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ એ ગરીબો માટે વરદાનરૂપ છે. એટલે જ લાખો NFSA પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાની ઝૂંબેશ શરૂ કરીને સરકારે ગરીબોને ખૂબ મોટી રાહત આપી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: DAHOD : PM MODIએ અન્નોત્સવનો પ્રારંભ કરાવ્યો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2.CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ જાહેર

CBSE ધોરણ10ના વિદ્યાર્થીઓનું પરિણામ CBSEની ઓફિશિયલ વેબસાઈટપર જાહેર કરવામાં આવ્યું છે.જેમાં CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ જાહેર થયું છે.ઉપરાંત આ વખતે પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: CBSE Result 2021: CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ,છોકરીઓએ મારી બાજી

3.રાજ્યમાં 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. ચાર ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતામાં વધારો થઈ શકે છે.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : રાજ્યમાં 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી, સારા વરસાદ માટે રાહ જોવી પડશે

4.દર મહીને 47 દેશોના 6.50 કરોડ લોકો કરે છે સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન

દેશના પ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ મંદિર નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે.કોરોના મહામારીમાં દર મહિને 47 દેશમાં 6.50 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન કર્યા છે. જેના કારણે હવે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GIR SOMNATH : દર મહીને 47 દેશોના 6.50 કરોડ લોકો કરે છે સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટે ટ્રસ્ટની તૈયારી

5.ડાંગમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નિયમ ભંગ થતા પોલીસે નેતાઓની કરી અટકાયત

રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી સામે સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં યોજાયેલા વિરોધ પદર્શનમાં નિયમોનો ભંગ થતા પોલીસે પરેશ ધાનાણી સહિત કોગ્રેંસના નેતાઓની અટકાયત કરી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: Dang: ડાંગમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નિયમ ભંગ થતા પોલીસે નેતાઓની કરી અટકાયત

6.ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને હાઈકોર્ટની ફટકાર

હાઈકોર્ટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને ફટકાર લગાવવામાં આવી છે. મામલાની વિગતવાર વાત કરીએ તો પ્રવિણ ગઢવી નામના શખ્સ દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને ફોન કરીને ધમકી મામલે એસડીએમ દ્વારા પ્રવિણ ગઢવીને તડીપાર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: PANCHMAHAL : ધારાસભ્ય સી.કે.રાઉલજીને હાઈકોર્ટની ફટકાર, ધારાસભ્ય સી.કે.રાઉલજીએ કર્યો ખુલાસો

7.અમદાવાદમાં મચ્છરજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ થયો મોટો વધારો

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો થયો છે. મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જુલાઇ મહિનામાં મેલેરિયા ડેન્ગ્યૂના 500, ઝાડા-ઉલટી-કમળાના 2 હજાર અને સાદા તાવના 1.10 લાખ જેટલા દર્દીઓ નોંધાયા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો

8.સુરતની 884 ખાનગી હોસ્પીટલોએ ફાયર NOC મેળવી લીધું, સરકારી હોસ્પિટલો હજુ રામભરોસે

સુરત શહેરની ફાયર NOC મેળવવા પાત્ર તમામ 884 હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી સહિતની સુવિધાઓ ઉભી થઇ ચૂકી છે. જ્યારે, 16 હોસ્પિટલોને એક સપ્તાહમાં ફાયર NOC મેળવવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તે હોસ્પિટલ દ્વારા પણ ફાયર NOC મેળવી લેવામાં આવ્યું છે.પરંતુ હાલ,સરકારી હોસ્પિટલો હજુ રામભરોસે જોવા મળી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: સુરતની 884 ખાનગી હોસ્પીટલોએ ફાયર એનઓસી મેળવી લીધી, સરકારી હોસ્પિટલો હજુ રામભરોસે

9.સુરતના વરાછા, લાલ દરવાજા, રામપરા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

સુરત મહાનગરપાલિકાના વરાછા, લાલ દરવાજા, રામપરા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. એક અઠવાડિયાથી પ્રદૂષિત લાલ પાણી આવતા શેરી-શેરીએ આઠથી દસ ઝાડા-ઉલટીના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે હાલ તંત્ર દોડતું થયું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: SURAT : વરાછા, લાલ દરવાજા, રામપરા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

10.અમદાવાદમાં સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ક્યાંક સગવડતા, તો ક્યાંક અગવડતાનો સામનો કરવો પડ્યો

રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિવસ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજી શહેરીજનોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સેતુ કાર્યક્રમ હેઠળ 7 ઝોનમાં કાર્યક્રમો યોજી દરેક સેન્ટર પર 55 થી વધુ મુદ્દે લોકોને મદદ પુરી પાડવામાં આવી. જેમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા,રાશન કાર્ડ,મા કાર્ડ, 7/12 ઉતારા અને જાતિના દાખલા વગેરે સેવાનો લોકોએ સેવાનો લાભ લીધો.જ્યારે બીજી તરફ કેટલાય લોકોએ અગવડતા ભોગવી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ક્યાંક સગવડતા મળી, તો ક્યાંક અગવડતાનો સામનો કરવો પડ્યો

Published On - 5:12 pm, Tue, 3 August 21

Next Article