
ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની રાજકીય પરીક્ષણ કરવા માટેની લેબોરેટરી છે. આ રાજકીય લેબોરેટરીમાં ભાજપ હાલમાં, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર 7 વડે ચોક્કસ વર્ગના મતદારોના નામ દૂર કરવાનો પ્રયોગ કરી રહ્યું છે. જો આ રાજકીય પરીક્ષણ ગુજરાતમાં સફળ રહ્યું તો દેશના વિભિન્ન રાજ્યોમાં પણ તેનો અમલ કરવામાં આવશે તેવો આરોપ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લગાવ્યો છે.
ગુજરાત રાજ્યમાં કોંગ્રેસે SIR પ્રક્રિયા અંગે, ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ, મતદારયાદીમાંથી મતદારોના નામ રદ કરાવવા અંગે ભાજપ પર ફોર્મ 7ના દુરુપયોગનો આક્ષેપ કર્યો. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, ગુજરાતમાં ચોક્કસ વર્ગના મતદારોના જ નામ, મતદારયાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભરતસિંહ સોલંકીએ, ગુજરાતના વિવિધ મત વિસ્તારોમાં મતદારયાદીમાંથી મતદારોના નામ રદ કરવા અંગે ચૂંટણી પંચ પાસે ફોર્મ 7 સંબંધિત રેકોર્ડ જાહેર કરવાની માંગ કરી છે.
દેશના વિભિન્ન રાજ્યોની સાથોસાથ ગુજરાત રાજ્યમાં પણ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ( SIR) અંગે કરાયેલ કામગીરી બાબતે કોંગ્રેસે, ભાજપ અને ચૂંટણી પંચ તેમજ ચૂંટણી અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, મતદારયાદીમાંથી મતદારનું નામ રદ કરવા અંગેના ફોર્મ 7નો વ્યાપક દુરુપયોગ થઈ રહ્યો છે. ફોર્મ 7 હેઠળ નિશ્ચિત વર્ગના લોકોના જ નામ મતદાર યાદીમાંથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી પંચ પાસે આવેલા ફોર્મ 7 કોણે અને ક્યારે આપ્યા હતા તે રેકોર્ડ જાહેર કરે.
ભરતસિંહે વધુમાં જણાવ્યું કે આ પ્રકારના “કાવાદાવા” ગુજરાતમાં સફળ થશે, તો આગામી દિવસોમાં ભાજપ આ પ્રયોગ દેશના રાજ્યોમાં પણ કરશે. તેમણે ગુજરાતને ભાજપ માટે એક “ પોલીટીકલી લેબોરેટરી” તરીકે ગણાવ્યું. જ્યાં આવી ચૂંટણી પ્રક્રિયાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં દેશના બાર રાજ્યોમાં મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમનું કામકાજ ચાલી રહ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો