હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

|

Oct 17, 2021 | 4:57 PM

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરતના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નવી સરકાર અને પોતાની જવાબદારી વિશે મોટા નિવેદનો આપ્યા. આ કાર્યક્રમમાં તેઓએ એમ પણ કહ્યું કે "હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે".

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સુરતમાં (Surat) ‘જીતો’ના કાર્યક્રમમાં જોવા મળ્યા. જ્યાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વિશે પણ વાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે વાત કરતા હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે, “હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે”. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલના નેજા હેઠળ કામ કરતી સરકારના વખાણ કર્યા હતા.

કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એમપણ કહ્યું કે વ્યક્તિ હોદ્દાથી નહીં પણ કાર્યોથી મહાન થાય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ શુદ્ધ વિચારોથી ગુજરાતનો વિકાસ કરવા માગે છે. તેમણે નિખાલસપણે એમ પણ કહ્યું હતું કે ‘હું ભલે મંત્રી બન્યો છું પરંતુ અહીં તો શીખવા આવ્યો છું. હું પણ જિદ્દી સ્વભાવનો છું. મને શીખવાનો અવસર આપ્યો છે એટલે હું શીખીને જ રહીશે. અને શીખતા શીખતા હું સાચા નિર્ણય નહીં લઇ શકું એવું નથી. હું નાનપણથી જ ક્યાંકને ક્યાંક સાહસી રહ્યો છું. એટલે રાજ્યના હિતમાં સાહસિક નિર્ણય હું કરીશ.’

સાથે જ તેમણે એમ પણ કહ્યું, જૈન સમાજે ઉપાશ્રયોની સાથે શિક્ષણ સંકુલ અને દવાખાના બનાવવા જોઈએ. તેમણે મુખ્યમંત્રી વિશે એમ પણ કહ્યું કે તેમના વિચારો શુદ્ધ છે અને તેઓ આ વિચારોથી ગુજરાતનો વિકાસ કરવા માંગે છે. રાજ્યના હિતમાં સાહસિક નિર્ણયો લેવાની તૈયારી દર્શાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે અમારી નીતિ સાફ છે એટલે જરૂર સફળ થઈશું. તેમ છતા સરકાર અને પોતાના વિભાગ દ્વારા જો કોઈ ભુલ થશે તો તેની જવાબદારી પણ લેવા તેઓ તૈયાર છે.

 

આ પણ વાંચો: ભાવનગરમાં નળમાં પીવાના પાણીની સાથે માછલીઓ પણ નીકળી આવી, જુઓ વિડીયો

આ પણ વાંચો: Ahmedabad: ‘સરકારના પેટનું પાણી નહીં હલે તો હડતાલ પર ઉતરીશું’: CNG ભાવ વધારા પર રિક્ષાચાલકોની ચીમકી

Next Video