ટ્રાવેલ બેગમાં માનવ અંગ મળી આવવાનો મામલો : બાંગ્લાદેશી ઘુષણખોરોએ તેમના જ લીડરની કરી હતી કરપીણ હત્યા , જાણો હત્યાકાંડ પાછળનું ચોંકાવનારું કારણ

|

Jul 09, 2021 | 4:22 PM

અમદાવાદમાં રહેતા અકબરને પૈસાના બહાને અંકલેશ્વર લેસીના મુલ્લાના ઘરે બોલાવાયો હતો. અહીં ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી અકબરને ખવડાવી બેભાન કરી નખાયો હતો. કમાણીનો મોટો હિસ્સો પડાવી જતા અકબરના ત્રાસનો કાયમી હલ કાઢવા તેની તીક્ષણ હથિયારથી હત્યા કરી નાખી હતી.

ટ્રાવેલ બેગમાં માનવ અંગ મળી આવવાનો મામલો : બાંગ્લાદેશી ઘુષણખોરોએ તેમના જ લીડરની કરી હતી કરપીણ હત્યા , જાણો હત્યાકાંડ પાછળનું ચોંકાવનારું કારણ
Four people including a woman who committed the murder, have been arrested by crime branch, bharuch.

Follow us on

અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાં ત્રણ ટ્રાવેલ બેગમાં માનવ અંગ મળી આવવાના બનાવમાં ભરૂચ પોલીસે એક મહિલા સહીત ૪ લોકોની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી ઘુષણખોરોએ તેમની હકીકત જાહેર ન થાય તે માટે હત્યા કરી ઓળખ ન થાય તે માટે લાશના ટુકડા કરી અલગ અલગ સ્થળે ફેંકી દીધા હતા.

૬ વર્ષ પેહલા બાંગ્લાદેશથી ઘણા ઘૂસણખોરો ભારતમાં પ્રવેશી ગુજરાતના અલગ – અલગ શહેરોમાં વસવાટ કરવા લાગ્યા હતા. બાંગ્લાદેશથી લેસીન મુલ્લા, મુફલિસ મુલ્લા,અજૉમ શેખ અંકલેશ્વર આવીને વસ્યા હતા.આ લોકો તેમના લીડર અકબરના સંપર્કમાં રહેતા હતા. સમય જતા અકબર આ ઘુસણખોરોને તેનું કમાણીનું સાધન બનાવવા લાગ્યો હતો અને પોલીસ પાસે પકડાવી દેવાની ધમકી આપી પૈસા પડાવતો હતો.

લોકડાઉન દરમ્યાન બાંગ્લાદેશીઓની આવક ઘટી પણ સામે અકબરની માંગણીઓ વધતી રહી હતી. પૈસા આપવામાં સહેજ પણ વિલંબ થાય તો અકબર પોતે પોલીસનો બાતમીદાર હોવાનું જણાવી પોલીસ પાસે પકડાવી દેવાની ચીમકી આપતો હતો. હવે અત્યાચારની હદ વટાવી ચૂકેલા અકબરને સબક શીખવાડવાનું ત્રણ બંગદેશીઓએ નક્કી કરી લીધું હતું જેમણે એક પ્લાન ઘડ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અમદાવાદમાં રહેતા અકબરને પૈસાના બહાને અંકલેશ્વર લેસીના મુલ્લાના ઘરે બોલાવાયો હતો. અહીં ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી અકબરને ખવડાવી બેભાન કરી નખાયો હતો. કમાણીનો મોટો હિસ્સો પડાવી જતા અકબરના ત્રાસનો કાયમી હલ કાઢવા તેની તીક્ષણ હથિયારથી હત્યા કરી નાખી હતી. રોષ હજુ શાંત ન થતા અકબરના શરીરના ૬ ટુકડા કરી નખાયા હતા.ત્રણ ટ્રાવેલ બેગ પૈકી એકમાં બે હાથ , બીજીમાં બે પગ અને ત્રીજી બેગમાં ધડ ભરી અલગ અલગ વિસ્તરમાં બેગ ફેંકી હતી.

The poster on the back of the auto rickshaw solved the crime

૬ જુલાઈએ સાંજે આ બિનવારસી બેગ અને તેમાંથી માનવ અંગો મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસને માહિતી મળી હતી કે ઓટોરિક્ષામાં આવેલા કોઈ શકશે આ બેગો ફેંકી છે. જે ઓટો રોક્ષ પાછળ પીળા રંગનો વિદેશી મહિલાનો ફોટો હતો. અંકલેશ્વરમાં ૫૦૦ થી વધુ ઓટોરિક્ષાઓની તપાસ કરાઈ હતી.

આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના સબ ઈન્સ્પેક્ટર વાય જી ગઢવી ને સ્થાનિક બાતમીદારો દ્વારા નૌસાદ નામના રીક્ષાચાલકની રીક્ષા વર્ણનને મળતી  હોવાની માહિતી મળતા તુરંત નૌસાદને શોધી કઢાયો હતો. સીસીટીવીમાં ઘટનાસમયે જેતે વિસ્તરમાં નૌસાદની રીક્ષા નજરે પડતા શંકા પ્રબળ બની હતી જેની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો. મૃતકનું માથું હજુ પોલીસ શોધી શકી ન હતી પરંતુ નૌસાદે આ અંગ રેલવે ટ્રેક નજીક ફેંક્યું હોવાનું જણાવતા તે પણ મળી આવ્યું હતું.

R V CHUDASAMA, SP – BHARUCH

ભરૂચ એસપી આર વી ચુડાસમાએ જણાવ્યું હતું કે ઝડપાયેલ બાંગ્લાદેશીઓએ કઇરીતે ઓળખના પુરાવા ઉભા કર્યા  તે પણ તપાસનો વિષય છે. ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર જે એન ઝાલા, સબ ઇન્સ્પેકટર પી એસ બરંડા અને એ એસ ચૌહાણ અને તેમની ટીમને બિરદાવવામાં આવી હતી.

ચારેય આરોપીઓની ધરપકડ બાદ ભારતીય નાગરિક ન હોવા છતાં ગેરકાયદેસરરીતે બનાવાયેલ આહાર સહિતના ઓળખના પુરાવા મળી આવ્યા હતા. પોલીસે આ કૌભાંડ અંગે પણ તપાસ શરુ કરી ઘુસણખોરીના કૌભાંડ અંગે દેશની અન્ય એજન્સીઓને માહિતગાર કરી છે જે આગામી દિવસોમાં તપાસનો દોર લંબાવશે.

 

હત્યામાં પકડેલા આરોપીઓ

– લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા ઉ.વ. 37 રહે. હાલ- ૧૯૩ મંગલદીપ સોસાયટી મીરાનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર

– મુફીસ મોહંમદ મુલ્લા ઉ.વ. 34 રહે. હાલ- બાપુનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર

– અજોમ સમસુ શેખ ઉ.વ. 55 રહે.હાલ- લાલબજાર કોઠી વડાપડા રોડ અલ્લારખા ના મકાનમાં ભરૂચ તથા ગોયા બજાર અંક્લેશ્વર, ત્રણેય મૂળ બાંગ્લાદેશી

– નૌસાદ ઇદ્રીશ ખાન ઉ.વ .49 રીક્ષા ડ્રાઇવર હાલ રહેવાસી.અંકલેશ્વર બાપુનગર વોટર પ્લાન્ટ પાસે ભાડેથી તા.અંકલેશ્વર મુળ રહે. જમુઆ, બેલથરારોડ જી.બલીયા U.P

Published On - 4:07 pm, Fri, 9 July 21

Next Article