VADODARA : શહેરમાં ચાર નવા પોલીસ સ્ટેશન બનશે, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી જાહેરાત

|

Jul 19, 2021 | 6:25 AM

Vadodara city police : કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે વડોદરા શહેરમાં વધુ 4 પોલીસ મથકોનો ઉમેરો થવા સાથે હવે કુલ પોલીસ સ્ટેશનનો આંક 27 થશે.

VADODARA : શહેરમાં ચાર નવા પોલીસ સ્ટેશન બનશે, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી જાહેરાત
Home Minister Pradipsinh Jadeja announced that four new police stations would be set up in Vadodara city

Follow us on

VADODARA : શહેર પોલીસના શી ટિમ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરી વડોદરા શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) દ્વારા વડોદરા શહેર (Vadodara city) માં નવા 4 પોલીસ સ્ટેશન (4 new police stations) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે વડોદરા શહેરમાં વધુ 4 પોલીસ મથકોનો ઉમેરો થવા સાથે હવે કુલ પોલીસ સ્ટેશનનો આંક 27 થશે.

આ ચાર નવા પોલીસ સ્ટેશનો બનશે
વડોદરામાં ક્યાં નવા પોલીસ સ્ટેશન બનશે ક્યાં પીલીસ સ્ટેશનનું વિભાજન થશે તેના પર એક નજર કરીએ તો નવું કુંભરવાડા પોલીસ સ્ટેશન બનશે, ગોત્રી પોલીસ મથકનું વિભાજન કરી નવું અકોટા પોલીસ સ્ટેશન બનશે, માંજલપુર અને જે પી રોડ પોલીસ સ્ટેશનનું વિભાજન કરી અટલાદરા પોલીસ સ્ટેશન બનશે અને બાપોદ પોલીસ સ્ટેશન પાણીગેટ પોલીસ સરેશન અને મકરપુરાનું વિભાજન કરી કપુરાઈ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગૃહરાજ્ય પ્રધાને વડોદરા માટે કરેલી અન્ય જાહેરાતો
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ વડોદરા શહેર પોલીસ (Vadodara city police) ને વધુ સક્ષમ અને વ્યાપક બનાવવાની જાહેરાત કરી.વડોદરા શહેરમાં વધુ 63 નવી જગ્યાઓ ઉભી કરવાની જાહેરાત કરી જેનો ખર્ચ 2 કરોડ 63 લાખ થશે. વડોદરા શહેર પોલીસ ને 33 બોલેરો અને 53 મોટર.સાયકલ તથા 2 કરોડ 78 લાખ ના આધુનિક સાધનો આપવાની જાહેરાત પણ કરી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના આઈ પ્રોજેકટ.અને સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત હાલ 1184 CCTV છે જેમાં નવા 171 કેમેરા ઉમેરવામાં આવશે તો ગૃહ વિભાગ ના વિશ્વાસ પ્રોજેક્ટ પાર્ટ 2 અંતર્ગત 650 CCTV લગાવવામાં આવશે.

શી ટિમ પ્રોજેક્ટને ગૃહમંપ્રધાને બિરદાવ્યો
રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ આ તમામ જાહેરાતો વડોદરા શહેર પોલીસ (Vadodara city police) ના શી ટિમ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન પ્રસંગે કરી હતી. યુવતીઓ,મહિલાઓ અને સિનિયર સિટિઝનની સેવા અને સુરક્ષા કરતા વડોદરા શહેર પોલીસના બહુ હેતુક શી ટિમ પ્રોજેકટને બિરદાવતા રાજ્ય ના તમામ કમિશનરેટ વિસ્તારમાં આ પ્રોજેકર નું પ્રેઝન્ટેશન રાજુ કરવા સાથે વડોદરા શી ટિમ નું મોડેલ અન્ય શહેરો તથા જિલ્લાઓ પણ અપનાવે તે દિશા માંપ્રયાસોની જાહેરાત કરી હતી

Next Article