Ahmedabad : સાબરમતી નદીને પ્રદૂષિત કરતાં એકમો સામે અને અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટની લાલ આંખ

|

Aug 24, 2021 | 7:13 AM

સાબરમતી નદીને પ્રદૂષિત કરતાં એકમો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. તો તો બીજા એક અન્ય કેસ, અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટ ગુસ્સે ભરાઈ હતી.

Ahmedabad : સાબરમતી નદીને પ્રદૂષિત કરતાં એકમો સામે અને અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટની લાલ આંખ
Gujarat high Court (file)

Follow us on

સાબરમતી નદીને પ્રદૂષિત કરતાં એકમો સામે હાઈકોર્ટેની લાલ આંખ

સાબરમતી નદીને પ્રદૂષિત કરતાં એકમો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટેની સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન કોર્પોરેશનના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે, અમુક ઔદ્યોગિક એકમો સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું એફલ્યુન્ટ પાણી ગેરકાયદેસર રીતે છોડી રહ્યા છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદમાં સાબરમતી નદીનું પાણી પીવાથી માંડી સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેને લઈ હાઇકોર્ટે જી.પી.સી.બી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મુદ્દાને ગંભીરતાથી લેવા. અને સમગ્ર મામલે ખુલાસો આપવા ટકોર કરી છે. ત્યારે આ મામલે 31 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

પીરાણા ના STP( સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) માંથી ગટરનું અને ઔદ્યોગિક એકમોનું ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડવાના મુદ્દે હાઇકોર્ટે જી.પી.સી.બી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખુલાસો માગ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન કોર્પોરેશનના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છેકે ઔદ્યોગિક એકમોનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું એફલ્યુન્ટ ઘણી વાર ગેરકાયદેસર રીતે સાબરમતીમાં છોડાઇ રહ્યું છે.

હાઈકોર્ટે કહ્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મુદ્દાને ગંભીરતાથી લે. હાઇકોર્ટે નોંધ્યું કે નક્કી કરેલા નિયમો પ્રમાણેની સુએજ ટ્રીટમેન્ટ કર્યા વગર સાબરમતી નદીમાં  પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. અને, કોઇપણ પ્રક્રિયા  વગર જ દૂષિત પાણી નદીમાં છોડવાની વાત ચિંતાજનક હોવાનું હાઇકોર્ટે કહ્યું છે.

અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટ ગુસ્સે ભરાઈ

તો બીજા એક અન્ય કેસ, અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટ ગુસ્સે ભરાઈ. હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે કાર્યવાહી કરવામાં કેમ જિલ્લા મેજિસ્ટ્રેટને રસ નથી. સરકાર દ્વારા પાસા અંગેની કાર્યવાહી માટે રજૂ કરેલા જવાબથી હાઇકોર્ટ વધુ ગુસ્સે ભરાઈ હતી.

સરકાર તરફથી રજૂ કરેલા જવાબમાં તર્ક આપવામાં આવ્યો. જો આ મહિલાને તડીપાર કરવામાં આવે તો પણ એ વકીલની મદદ લઇ શકે છે પણ પાસા કરવામાં આવે તો એને કાર્યવાહી કરવામાં લાંબો સમય નીકળી જાય. કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને ટકોર કરી કે ન્યાયના વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ આ અધિકારી સામે આપરાધિક તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી !!

ખાનગી કેસમાં શા માટે કલેક્ટર આટલો રસ ધરાવે છે !! એક પણ એવો કેસ બતાવો જેમાં સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી થઈ હોય !! રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો સહારો લઈ રહ્યા છે તેવી હાઇકોર્ટે ટકોર કરી છે. આમ, અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ મામલે થયેલી 4 અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ છે.

 

 

Next Article