ગંભીર બિમારીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે મદદના હાથ આગળ આવી રહ્યા છે, વધુ મદદ માટે Tv9 કરી રહ્યુ છે અપીલ

|

Mar 13, 2021 | 9:45 PM

સોશિયલ મીડિયામાં હાલ ટ્રેન્ડમાં આવેલા ધૈર્યરાજથી (Dhairyarajsinh) હવે રાજ્ય સહિત દેશભરના લોકો પરિચિત બન્યા છે. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોપી 1 (spinal muscular atrophy 1) નામની બીમારીથી પીડાતા આ બાળકના ઈલાજ માટે મુકવા પડતા રૂ.16 કરોડના ઈન્જેક્શન માટે ક્રાઉડ ફન્ડિંગની શરૂઆત બાદ આજે દાનની રકમ 5.25 કરોડ થવા પામી છે.

ગંભીર બિમારીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે મદદના હાથ આગળ આવી રહ્યા છે, વધુ મદદ માટે Tv9 કરી રહ્યુ છે અપીલ

Follow us on

સોશિયલ મીડિયામાં હાલ ટ્રેન્ડમાં આવેલા ધૈર્યરાજથી (Dhairyarajsinh) હવે રાજ્ય સહિત દેશભરના લોકો પરિચિત બન્યા છે. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોપી 1 (spinal muscular atrophy 1) નામની બીમારીથી પીડાતા આ બાળકના ઈલાજ માટે મુકવા પડતા રૂ.16 કરોડના ઈન્જેક્શન માટે ક્રાઉડ ફન્ડિંગની શરૂઆત બાદ આજે દાનની રકમ 5.25 કરોડ થવા પામી છે. ટીવી 9 (Tv9) તેમજ અનેક લોકો અને માધ્યમો દ્વારા દાન માટે કરવામાં આવેલી અપીલ રંગ લાવી છે અને 5 દિવસમાં 5.10 કરોડનું દાન એકત્ર થવા પામ્યું છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરામાં (Ghodhra) રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસર ગામના રાજદીપસિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજસિંહ રાઠોડનો જન્મ થયા બાદ 3 મહિનાની ઉંમરમાં પુત્રમાં શારીરિક ઉણપ હોવાની પિતા રાજદીપસિંહને શંકા જતા પ્રથમ ગોધરા ખાતે બાળરોગના તબીબ પાસે સારવાર માટે પોતાના પુત્રને લઈ ગયા હતા, જ્યાંથી બાળકને વધુ તબીબી પરિક્ષણ માટે અમદાવાદની રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ ન્યુરોસાયન્સ નામની તબીબી સંસ્થામાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં બાળકના તમામ જરૂરી પરીક્ષણો બાદ જાણવા મળ્યું હતું કે 3 માસના ધૈર્યરાજને એસ.એમ.એ 1 નામની બીમારી છે. પ્રથમ તો બાળકના પિતાને બીમારીનું નામ જાણીને આઘાત ન લાગ્યો કેમકે તે બીમારી વિશે તેઓ સંપૂર્ણ જાણકારી ધરાવતા જ ન હતા, પરંતુ આ બીમારીના ઈલાજ માટે અધધધ કહી શકાય એટલા રૂ. 22.5 કરોડના ઈન્જેક્શનની જરૂર છે.

 

22.5 કરોડના ઈન્જેક્શનની વાતને લઈને રાઠોડ પરિવારના પગનીચેથી જમીન ખસી જવા પામી હતી. બાદમાં ધૈર્યરાજના પિતા રાજદીપસિંહને જાણ થઈ કે આ પ્રકારનું ઈન્જેક્શન મુંબઈની થિરા કામત નામની 2 વર્ષની બાળકીને થોડા સમય પહેલા જ આપવામાં આવ્યું હતું. રાજદીપસિંહએ મુંબઈની બાળકીના પિતાનો સંપર્ક કરી તમામ જાણકારી મેળવી કે અમેરિકાથી આવતા આ ઈન્જેક્શનની કિંમત 22.5 કરોડ છે, જેમાંથી 6.5 કરોડ સરકારનો ટેક્ષ લાગે છે. જે મુંબઈની બાળકીના કિસ્સામાં ભારત સરકાર દ્વારા માફ કરવામાં આવ્યો હતો.

 

આમ પોતાના પુત્રની સારવાર માટે મક્કમ બનેલા રાજદીપસિંહએ ખાનગી સંસ્થા સાથે મળીને ક્રાઉડ ફન્ડિંગની મદદથી 16 કરોડ મેળવી પોતાના પુત્રની સારવાર કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં આ ક્રાઉડ ફન્ડિંગની મદદથી આવતું દાન ખૂબ જ ધીમી ગતિએ આવતું હતું, શરૂઆતના તબક્કે આવતા દાનની ગતિ પ્રમાણે 3 વર્ષનો સમય લાગે તેમ હતો 16 કરોડની રકમ એકત્ર કરવામાં જ્યારે ધૈર્યરાજને માત્ર 1 વર્ષના સમયગાળામાં જ આ ઈન્જેક્શન મુકવાનું તબીબીઓએ જણાવ્યું હતું.

 

બાદમાં ટીવી9 (Tv9) એ પોતાની સામાજિક ફરજ સમજીને ધૈર્યરાજને મદદ કરવાનું નક્કી કરી નાગરિકોને દાન આપવાની અપીલ ટીવી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી તો બીજી તરફ ટીવી9 (Tv9)ની અપીલ બાદ અનેક લોકો ધૈર્યરાજ માટેના આ મહાઅભિયાનમાં જોડાયા તો બીજી તરફ અનેક યુવક મંડળો, સામાજિક સંસ્થાઓ આગળ આવી અને ધૈર્યરાજ માટે દાન એકત્ર કરવાની જાતે જ જવાબદારી સ્વીકારી અને તેના પરિણામ સ્વરૂપ માત્ર 5 દિવસના ટૂંકા સમયમાં 5.10 કરોડ રૂપિયાનું દાન એકત્ર કરવામાં સફળતા મળી. જોકે હાલ પણ દાનની મોટી રકમની જરૂરિયાત છે. ધૈર્યરાજની સારવાર માટે જરૂરી કુલ 16 કરોડમાંથી અત્યાર સુધી 5.25 કરોડનું દાન આવ્યું છે, જ્યારે એક મોટી રકમ હજુ પણ બાકી છે. ત્યારે હજુ પણ રાજ્ય સહિત દેશના નાગરિકો આ મહાઅભિયાનમાં જોડાય તે ખૂબ જ જરૂરી બન્યું છે.

 

ધૈર્યની મદદ કરવા +91 9099900199 નંબર પર Tv9ને SMS કરો, SMSમાં તમારુ નામ અને તમારા શહેરનું નામ લખો. અમારી ટીમ તમને જલદી જ સંપર્ક કરશે.

Published On - 8:03 pm, Sat, 13 March 21

Next Article