ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા અટકી, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા

|

Oct 19, 2021 | 9:45 AM

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી રાજકોટના 30 યાત્રાળુઓ ફસાયા છે. ભારે વરસાદ અને ઠેર-ઠેર ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ઠેર-ઠેર ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે. રૂદ્રપ્રયાગ નજીક કેટલાક વાહનો પર પહાડનો મોટો હિસ્સો તૂટીને પડ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલનને પગલે સલામતીના કારણોસર ચારધામ યાત્રા અટકાવવામાં આવી છે. પવિત્ર ચારેય ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં દેશભરના 10 હજાર શ્રદ્ધાળુ ફસાયા છે. જેમાં રાજકોટના પણ યાત્રાળુઓ ફસાયાની માહિતી બહાર આવી છે.

રાજકોટના 30 સહીત ગુજરાતના કેટલાક મુસાફરો ફસાયાની સંભાવના પણ વર્તાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય સરકારે માર્ગો અને હેલિકોપ્ટરની સેવા બંધ કરી છે. જેથી યાત્રાળુઓને હોટલમાં જ પુરાઈ રહેવાની ફરજ પડી છે.

જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી રાજકોટના 30 યાત્રાળુઓ ફસાયા છે. તેમજ કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંત ગોસ્વામી અને તેમના પુત્ર પણ ત્યાં ફસાયાની માહિતી બહાર આવી છે. બે દિવસથી સતત વરસાદ ચાલુ હોવાના કારણે યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે રાજકોટના તમામ યાત્રાળુઓ હાલમાં સુરક્ષિત સ્થળે હોવાની માહિતી મળી છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને પગલે યાત્રાળુઓને જ્યાં છે ત્યાં અટકાવાયા છે.

 

આ પણ વાંચો: Vadodara: 127 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી, સાથે કમિશ્નર શમશેર સિંઘે આપી આ કડક સૂચના

આ પણ વાંચો: Porbandar: કેટલાય લોકોની દિવાળી બગડી, તહેવાર પહેલા જ બે માતબર કંપનીને લાગ્યા તાળા

Published On - 9:18 am, Tue, 19 October 21

Next Video