Porbandar: કેટલાય લોકોની દિવાળી બગડી, તહેવાર પહેલા જ બે માતબર કંપનીને લાગ્યા તાળા

પોરબંદરમાં બે માતબર કંપનીઓ બંધ થઇ જતા ઘણા લોકો પર તેની અસર પડી છે. ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્શ પોરબંદરના પ્રમુખનું કહેવું છે કે સરકારની નીતિના કારણે એક પછી એક ઉદ્યોગ બંધ થતા જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 8:14 AM

પોરબંદરમાં (Porbandar) તહેવાર પહેલા જ બે માતબર કંપની બંધ થઈ ગઈ છે. જેના પગલે બજારમાં મંદી જોવા મળી રહી છે. સાથે માંગ ઉઠી રહી છે કે, ઉદ્યોગોને પ્રોત્સાહન સરકાર આપે. ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્શ દ્વારા પણ સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. અનેક ઉદ્યોગો કે, જે પોરબંદરમાં ધમધમતા હતા તે ધીમે ધીમે બંધ થવા લાગ્યા છે.

બીજી તરફ દિવાળી (Diwali 2021) નજીક હોવા છતાં પોરબંદરની બજારોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવાર હોવા છતા મુખ્ય બજારો ખાલી જોવા મળી રહી છે. આ અંગે વેપારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે વેપારીઓ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક લોકોની નોકરીઓ જતી રહી છે. બીજી તરફ આવકમાં ઘટાડો થયો છે અને મોંઘવારી વધી છે જેના પગલે લોકો રૂપિયા ખર્ચ કરવામાં ડરી રહ્યા છે જેની સીધી અસર વેપારીઓને થઈ રહી છે.

ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્શ પોરબંદરના પ્રમુખનું કહેવું છે કે સરકારની નીતિના કારણે એક પછી એક ઉદ્યોગ બંધ થતા જાય છે. ત્યારે અમારી માંગણી છે કે સરકાર કંપની અને નાના નાના ઉદ્યોગોને સહકાર આપે.

 

આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરના ભાવ વધારાને લઈને મનસુખ માંડવિયાની મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો: સ્વીટી પટેલ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 1290 પાનાની દળદાર ચાર્જશીટ ફાઇલ કરી, 100 થી વધુ સાક્ષીઓ, મહત્વના પુરાવાઓનો સમાવેશ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">