‘લિફ્ટની સાથે સીડીઓ પણ છે’: સોલા સિવિલમાં બંધ લિફ્ટ પર આરોગ્ય પ્રધાનનો જવાબ, જુઓ જનતાની સમસ્યાના શું આપ્યા જવાબ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રજાને પડી રહેલી હાલકીના પ્રશ્નોનો તેમણે જવાબ આપ્યો હતો. લોકોને પડી રહેલી મુશ્કેલી પર મંત્રી પણ મૂંઝાયા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓના પ્રશ્નો મંત્રીને પૂછવામાં આવ્યા.
ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો બાદમાં સામાન્ય લોકોના પ્રશ્નોનું નિરાકારણ થાય તેવી સૌને આશા છે. આ વચ્ચે મંત્રીએ પ્રથમ મુલાકાતમાં દર્દી અને સ્ટાફની અનેક ફરિયાદો સાંભળી.
તમને જણાવી દઈએ કે હોસ્પિટલના ટોઇલેટ બાથરૂમ પર કાયમી તાળા હોવાથી ખુલ્લામા દર્દીઓને શૌચક્રિયાની ફરજ પડે છે. એટલું જ નહીં હોસ્પિટલમાં બિલ્ડીંગ ની આજુબાજુમાં ચારેકોર ઉભરાતી ગટરો, ગંદકીના ઢગલા મચ્છરોનો ઉપદ્રવ પણ મોટી હેરાનગતિ બની ગયું છે. તેમજ હોસ્પિટલમા 50 ટકા લિફ્ટ બંધ હાલતમા છે. એટલું જ નહીં કેસ કઢાવવામાં સ્ટાફ અને કોમ્પ્યુટર બંધ હાલતમાં હોવાના પ્રશ્નો મંત્રીને પૂછવામાં આવ્યા હતા.
સવાલો તેમજ દર્દીઓ અને સ્ટાફની ગંભિર ફરિયાદોથી મંત્રી પણ મુંઝાયા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું કે લિફ્ટ બંધ હાલતમાં હોય છે ત્યારે મંત્રીએ આશ્ચર્ય પમાડે તેવો જવાબ આપતા કહ્યું કે લિફ્ટ સાથે સીડીઓ પણ છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે સોલા સિવિલમા 60 મિનિટમા કેસ કાઢવાથી સારવાર મળતી હોવાના મંત્રી પોકળ દાવા કરી રહ્યા છે. જો કે પ્રથમ મુલાકાતમા જ તત્કાલ સમસ્યાઓ દુર કરવા ખાત્રી તેમણે આપી છે.
આ પણ વાંચો: Surat : “સ્માર્ટ સીટી “સુરત બન્યું “ખાડા સીટી” : મેયર ડેશબોર્ડ પર ફરિયાદોનો ઢગલો
આ પણ વાંચો: Gujarat : છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ પંથકમાં ભારે વરસાદ, બોડેલી, ડભોઇ અને જાંબુઘોડામાં આભ ફાટયું