હાર્દિક પટેલના એક ટ્વીટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સાથેની નારાજગી ખુલ્લી પાડી, શું આ કારણે હાર્દિક કેસરિયા કરવાના મૂડમાં?

|

Apr 25, 2022 | 2:24 PM

હાર્દિક પટેલે (Hardik Patel) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક કાર્યક્રમનું પોસ્ટર શેયર કર્યું, જેમાં કોંગ્રેસના(Congress) પ્રમુખ જગદીશ ઠાકોરનો ફોટો જોવા ન મળતા હાલ બંને વચ્ચે અણબનાવની ચર્ચાએ વેગ પકડ્યો છે.

હાર્દિક પટેલના એક ટ્વીટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સાથેની નારાજગી ખુલ્લી પાડી, શું આ કારણે હાર્દિક કેસરિયા કરવાના મૂડમાં?
Hardik Patel (File Photo)

Follow us on

કોંગ્રેસના (Congress) કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) પહેલા હાર્દિક પટેલ કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેની વચ્ચે હાર્દિક પટેલના એક ટ્વીટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સાથેનો મન મોટાવ ખુલ્લો પડ્યો છે. આજે સોનગઢમાં યુવા સ્વાભિમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે?

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક કાર્યક્રમનું પોસ્ટર શેયર કર્યું હતુ, જેમાં સરદાર પટેલ સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના (Congress Leader) ફોટો જોવા મળ્યા હતા. પરંતુ આ પોસ્ટરમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર જ જોવા મળ્યા નહોતા, જેને કારણે હાલ હાર્દિક અને જગદીશ ઠાકોર વચ્ચેના અણબનાવની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ પહેલા હાર્દિક પટેલે ભાજપના વખાણ કર્યા હતા. હાર્દિક પટેલે કહ્યું હતુ કે, કોંગ્રેસે અન્ય પક્ષ પાસેથી પણ અમુક સારી રાજકીય વાતો શિખવી પડશે. આ તકે તેમણે ભાજપની નિર્ણય શક્તિની પ્રશંસા પણ કરતા કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં જે રીતે ભાજપે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા છે, તે પ્રશંસનીય છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જુઓ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું ટ્વિટ

થોડા સમય પહેલા મીડિયા સમક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાં ચાલતા મતભેદ સહિતના મુદ્દાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં ફરીથી હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાં પોતાનો પક્ષ મુકતા કહ્યું હતુ કે તેઓ પાર્ટીના કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ હાઈકમાન્ડથી નારાજ છે. હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે જે રીતે ગુજરાત કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે અને પ્રજાના પ્રશ્નો સરકાર સુધી લઈ જવામાં વિરોધપક્ષ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, ત્યારે આ અંગેની વાત તેમણે હાઈકમાન્ડને કરી છે. સાથે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં મતભેદ હોવાનો પણ સ્વીકાર કર્યો હતે. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓ વધુ છે, તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઈએ તેને બદલે નિર્ણય શક્તિ ઘટી ગઇ.

 

આ પણ વાંચોઃ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આપશે રાજીનામું, કોંગ્રેસને પડી શકે છે ફટકો, બે-ચાર દિવસમાં રાજીનામું આપે તેવી શક્યતા

આ પણ વાંચોઃ  Valsad: ઉમરગામના એક પરિવારે પોતાના દીકરાને મોત બાદ પણ જીવંત રાખ્યો, અંગ દાનથી 3 લોકોને જિંદગી આપી

Next Article