ગુંડા એક્ટ બિલ વિધાનસભા ગૃહમાં બહુમતીથી મંજૂર, બંધારણીય અધિકારોનો દુરુપયોગ કરનારા ગુંડાઓ પર લાગશે લગામ
ગુંડા એક્ટ બિલ વિધાનસભા ગૃહમાં બહુમતીથી મંજૂર થયું છે. 5 કલાક અને 9 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી અને ચર્ચા દરમિયાન બને પક્ષો વચ્ચે ભારે વાદવિવાદ જોવા મળ્યો હતો. અંતે બહુમતીના જોરે ગૃહમાં ગુંડા એક્ટ બિલ પસાર કરાયું. આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુંડાઝ એક્ટ સમાન હશે. માનવ તસ્કરી, ગૌવંશ હત્યા અને નાણાકીય છેતરપિંડી […]
ગુંડા એક્ટ બિલ વિધાનસભા ગૃહમાં બહુમતીથી મંજૂર થયું છે. 5 કલાક અને 9 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી અને ચર્ચા દરમિયાન બને પક્ષો વચ્ચે ભારે વાદવિવાદ જોવા મળ્યો હતો. અંતે બહુમતીના જોરે ગૃહમાં ગુંડા એક્ટ બિલ પસાર કરાયું. આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુંડાઝ એક્ટ સમાન હશે. માનવ તસ્કરી, ગૌવંશ હત્યા અને નાણાકીય છેતરપિંડી સહિતના ગુનાઓ સામે ગુંડા એક્ટ લાગુ થશે. આ ઉપરાંત જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું, સરકારની વિરૂદ્ધ કોઈ સમાજને ભડકાવવા ગુના સામે પણ ગુંડા એક્ટ લાગુ થશે.
આ પણ વાંચો: ક્યાં બને છે એમડી ડ્રગ્સ? સુરત ક્રાઇમ બ્રાન્ચે ડુમસમાંથી ઝડપેલા આરોપીએ કર્યો ખુલાસો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો