Gujarati Video: Junagadh: માણાવદરના કોઠારિયાની સહકારી બેંક શાખામાં સામે આવ્યુ 5 કરોડનું કૌભાંડ, 7 કર્મચારી સસ્પેન્ડ

|

Apr 25, 2023 | 1:45 PM

Junagadh: જૂનાગઢના માણાવદરના કોઠારિયાની જિલ્લા સહકારી બેં શાખામાં 5 કરોના કૌભાંડ કેસમાં બેંકના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કૌભાંડમાં 14 આરોપી વિરુદ્ધ બેંક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

જુનાગઢમાં માણાવદરના કોઠારીયાની જિલ્લા સહકારી બેંક શાખામાં 5 કરોડના કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના 7 કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા. તથા 14 આરોપીઓ વિરૂદ્ધ બેંક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે 14 આરોપીમાંથી પોલીસે 11 આરોપીઓને હસ્તગત કરી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: જુનાગઢ : વિસાવદરના સરસઈ ગામે સરપંચ અને ઉપસરપંચે મહિલા પર આચર્યું દુષ્કર્મ

આ કેસમાં LCB તપાસ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે સહકારી બેંકની શાખામાં મેનેજર સહિતના અધિકારીઓ તેમજ મંડળીના હોદ્દેદારોએ ધિરાણના નામે બારોબાર વહીવટ કરી પૈસા અંગત ઉપયોગમાં લીધા હતા. બેંક દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા બેંકમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video